ઋષભ પંત ફરી ટીકાનું કેન્દ્ર: વિકેટકીપીંગનું બેઝીક જાણતો નથી?

08 November 2019 12:46 PM
Rajkot Gujarat Saurashtra Sports
  • ઋષભ પંત ફરી ટીકાનું કેન્દ્ર: વિકેટકીપીંગનું બેઝીક જાણતો નથી?

દાસને સ્ટમ્પ કરવામાં દડાને વિકેટ ક્રોસ કરે તે પુર્વે ઝડપી એકશન કરી

રાજકોટ: રાજકોટમાં શાનદાર જીત છતા ટીમ ઈન્ડિયા માટે મીડલ ઓર્ડર અને વિકેટ કીપીંગ બે સમસ્યાનો જવાબ મળ્યો જ નથી અને તેઓ ખાસ કરીને ઋષભ પંતને કયાં સુધી ‘અખતરા’ તરીકે ટીમમાં યથાવત રાખશે તે પણ પ્રશ્ન સર્જાયો છે. ગઈકાલના મેચમાં પંતે મેચમાં એવા સમયે ભુલ કરી કે તેનાથી બાંગ્લાદેશ ટીમને કદાચ ટોનીક મળી શકયુ હોત.

ભારતે ટોસ જીતીને દાવ દેવાનું પસંદ કર્યુ. છઠ્ઠી ઓવરમાં યજુવેન્દ્ર ચહલના દડામાં ઓપનર લીટન દાસ દડો ચુકી ગયો તો તેનો સ્ટમ્પીંગનો ચાન્સ બન્યો હતો પણ પંતે દડો સ્ટમ્પ-ક્રોસ કરે તેની રાહ જોઈ નહી અને તેના ગ્લોવ્ઝ ને આગળ લઈ જઈને દડો ઝડપી સ્ટમ્પને હીટ કરી અને એક તબકકે તો એવું લાગ્યું કે તેણે દાસને આઉટ કરી જ લીધા છે પણ થર્ડ અમ્પાયર્સ નોટઆઉટ આપ્યો. કારણ કે પંતે દડો સ્ટમ્પ કોલ કરીને પકડયો હતો અને તેથી દાસ નોટઆઉટ જાહેર થયો અને બાદમાં ફિલ્ડ અમ્પાયર્સ દડાને નો-બોલ જાહેર કરતા દાસે તે બાદના બે દડાને બ્રાઉન્ડ્રી બહાર મોકલી આપ્યા હતા. અગાઉ દિલ્હી ટી20માં DRSમાં પણ તેણે ભુલ કર હતી. ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીના વિકલ્પ તરીકે ઋષભ પંતને જોવાઈ રહ્યો છે પણ તેણે વિવેચકો તેના બદલે સંજુ સેમસનને ચાન્સ આપવા માટે આ વકિલાત કરે છે.


Loading...
Advertisement