ધવને આત્મવિશ્વાસ ગુમાવ્યો છે?

08 November 2019 12:38 PM
Sports
  • ધવને આત્મવિશ્વાસ ગુમાવ્યો છે?

રાજકોટ: ગઈકાલે એક છેડે જયારે રોહિત શર્માએ રનની આતશબાજી સર્જી હતી તો બીજે છેડે શિખર ધવન સંઘર્ષ કરતો નજરે ચડયો હતો.

આ અંગે ક્રિકેટ વિવેચકો કહે છે કે ટીમ ઈન્ડીયા હજુ ટીમ ઈન્ડીયા- વિરાટ કોહલી અને રોહિત શર્મા પર જ નિર્ભર છે. આ મેચમાં પણ તે સાબીત થયું છે. રોહિતને મીડલ ઓર્ડર પર ભરોસો નથી. વિરાટની ગેરહાજરી હતી. શિખર ધવન પ્રથમ મેચમાં પણ ટી20 સ્ટાઈલની બેટીંગ કરી શકયો નથી. વાસ્તવમાં શિખર ધવન ટેસ્ટ મેચમાંથી પડતો મુકયા બાદ હવે લીમીટેડ ક્રિકેટ ફોર્મેટમાં જ તેને માટે કથન છે અને તેથી તે પોતે ખરાબ પ્રદર્શન ન કરે તેના દબાણ હેઠળ છે અને તેની તે સાવચેતી ભર્યુ રમતા તે અગાઉ જે રોહિત જેની ભૂમિકા ભજવી શકતો નથી.

અગાઉ ધવન પ્રથમ 10 ઓવરમાં ઝડપી રન બનાવતો હતો અને રોહિત સેટ થયા બાદ ઝડપી સ્કોર કરતો હતો. હવે તે ભૂમિકા બદલાઈ ગઈ છે. આ ઉપરાંત વિકેટ કીપર માટે પણ ટીમની ચિંતા વધી ગઈ છે.


Loading...
Advertisement