અર્થ વ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દે આરએસએસનાં નેતાઓ સાથે મંત્રીઓની ચચા

08 November 2019 12:28 PM
Business India
  • અર્થ વ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દે આરએસએસનાં નેતાઓ સાથે મંત્રીઓની ચચા

બેઠકમાં નાણામંત્રી સીતારમન, વાણિજય મંત્રી ગોયલ, પશુપાલન મંત્રી ગિરીરાજસિંહએ ભાગ લીધો

નવી દિલ્હી તા.8
ઉચ્ચ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપનાં વરિષ્ઠ નેતાઓએ ગુરૂવારે દેશની અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને સંઘના નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી અને આ બેઠક 75 કલાક ચાલી હતી.
બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમન વાણીજય મંત્રી પીયુષ ગોયલ, શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવાર, પશુપાલન મંત્રી ગિરીરાજસિંહ અને ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ સામેલ થયા હતા.
સૂત્રો અનુસાર જે સંઘના નેતાઓ સાથે બેઠક થઈ તેઓ કૃષિ અને અર્થ વ્યવસ્થાનાં ક્ષેત્રમાં કામ કરે છે બેઠકમાં અર્થ વ્યવસ્થા અને ખેડૂતો સાથે જોડાયેલા તમામ મામલા પર ચર્ચા થઈ હતી. બેઠકનું આયોજન દિલ્હી સ્થિત મહારાષ્ટ્ર સદનમાં થયુ હતું. આ બેઠક એવા સમયે થઈ હતી જયારે આ સપ્તાહે ભારતે આરસીઈપીનો ભાગ નહિં બનવાનો નિર્ણય કર્યો હતો.


Loading...
Advertisement