JEEમાં ગુજરાતી ભાષા અંગે બિનજરૂરી વિવાદ બદલ મમતાને ઝાટકતા વિજય રૂપાણી

08 November 2019 12:26 PM
Gujarat India Politics
  • JEEમાં ગુજરાતી ભાષા અંગે બિનજરૂરી વિવાદ બદલ મમતાને ઝાટકતા વિજય રૂપાણી

ભાગલાવાદી દીદી: મુખ્યમંત્રીએ ટવીટ કરી આક્રોશ ઠાલવ્યો:પ.બંગાળ સરકારને પણ બંગાળી ભાષાનો વિકલ્પ અપાયો હતો પણ દીદીની સરકાર ઉંઘતી જ રહી હતી

ગાંધીનગર: દેશમાં એન્જીનીયરીંગ પ્રવેશ અંગે લેવાની જોઈન્ટ- એન્ટરન્સ એકઝામ (JEE) હવે ગુજરાતીમાં પણ લેવાના નિર્ણયથી પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટીકા કરી નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ પરિક્ષા ઈંગ્લીશ-હિન્દી અને પ્રશિક્ષણ ભાષામાં ફકત ગુજરાતીમાંજ લેવાનો નિર્ણયની કરેલી ટીકાનો વળતો આકરો જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અગાઉ જ નેશનલ યેસ્ટીંગ એજન્સીએ દરેક રાજયને પત્ર લકીને જે તે રાજયની ભાષામાં પણ આ પરીક્ષા લેવામાટેની સંમતી આપવા 2013માં દરેક રાજયને લેખીત જાણ કરી હતી અને દરેક રાજયને તેનો વિકલ્પ આપ્યો હતો પણ એકમાત્ર ગુજરાત એ જ તેનો જવાબ આપીને આ પરીક્ષા ગુજરાતીમાં લેવા માટે સંમતી આપી હતી. પ.બંગાળ સરકાર અને તેના મુખ્યમંત્રી મમતા બેનરજીએશા માટે તે સમયે નેશનલ ટેસ્ટીંગ એજન્સીને તેના પત્રનો જવાબ આપી બંગાળી ભાષામાં પર પરીક્ષા લેવાની માંગ કરી નહી. શું બંગાળ સરકાર ઉંઘમાં હતી? રૂપાણીએ ટવીટ કરીને જણાવ્યું કે મમતા બેનરજીની ગંદી રાજનીતિ ખુલ્લી થઈગઈ છે.

વિજયએ ગુજરાતની તરફેણ કરવામાં આવી હોવાનું જણાવતા જણાવ્યું કે પ.બંગાળ સરકાર ખુદ તેમા દોષીત છે. તેઓએ એજન્સીને લેખીત જવાબ આપવો જરૂરી હતો. અન્યથા રાજય-રાજયના લોકો વચ્ચે ખટરાગ ઉભો થાય તેવા નિવેદનો કરી મમતા બેનરજી તેમના જ શાસનની નિષ્ફળતા છતી કરે છે. તેમના આ ગાનમાં ડાબેરીઓ અન્ય દેશ વિરોધી જોડાયા તેમાં પણ સાચી વાત જાણ્યા વગર જ પ.બંગાળની આબરુનું ધોવાણ કર્યુ છે. રૂપાણીએ ટવીટ કરીને મમતા બેનરજીને ભાગલાવાદી દીદી તરીકે સંબોધન કર્યુ હતું અને જણાવ્યું કે હવે જયારે સત્ય બહાર પાડી ગયું છે. તે સમયે તમારે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.


Loading...
Advertisement