મહારાષ્ટ્રમાં હવે નીતિન ગડકરી મધ્યસ્થી! કેન્દ્રીય મંત્રી મુંબઈ પહોંચ્યા: ઉદ્ધવ ઠાકરેને મળશે

08 November 2019 12:13 PM
India Politics
  • મહારાષ્ટ્રમાં હવે નીતિન ગડકરી મધ્યસ્થી! કેન્દ્રીય મંત્રી મુંબઈ પહોંચ્યા: ઉદ્ધવ ઠાકરેને મળશે

શિવસેનાના વડાનું વલણ બદલાયું! સમાધાનના સંકેત : રાજયમાં રાષ્ટ્રપતિ શાસન ટાળવા છેલ્લી ઘડીના પ્રયાસ: કોંગ્રેસે તેના ધારાસભ્યોને જયપુર મોકલી દીધા

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના પખવાડીયા પછી પણ સરકાર રચવા અંગે યથાવત રહેલી અનિશ્ર્ચિતતામાં કેન્દ્રીય મંત્રી તથા મહારાષ્ટ્રના અગ્રણી નેતા નિતીન ગડકરી આજે મુંબઈ પહોંચી રહ્યા છે અને માનવામાં આવે છે કે તેઓ હવે શિવસેના-ભાજપના વિખવાદમાં મધ્યસ્થી બનશે. જો કે શ્રી ગડકરીએ કાલે જ તેઓ મુખ્યમંત્રીપદના દાવેદાર હોવાનો ઈન્કાર કર્યો છે પણ જે રીતે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે તેઓ સારા સંબંધ ધરાવે છે તેનો ઉપયોગ કરીને સરકાર રચવાનો માર્ગ નિશ્ર્ચિત કરશે ત્યારે સેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ તેઓ સંયુક્ત સરકાર માટે તૈયાર હોવાનું જણાવીને ઉમેર્યુ કે અમો ગઠબંધન તોડવા માંગતા નથી પણ ભાજપે ગઠબંધનમાં જે વચન અપાયા છે
તે નિભાવવા જોઈએ.શિવસેનાનો દાવો છે કે રાજયમાં ભાજપ- સેના સરકારમાં બન્ને પક્ષો અઢી-વર્ષ વારાફરતી મુખ્યમંત્રી પદ સંભાળશે તેવી ખાતરી સાથે 50:50ની પાર્ટનરશીપનું વચન અપાયું હતું તે ભાજપે પાલન કરવું જોઈએ. સેનાએ તેના ધારાસભ્યોને એક સ્થાનિક હોટેલમાં મોકલીને આપ્યા છે તેને ભાજપનો ડર છે જે સરકાર બનાવવા માટે સેનામાં ભંગાણ પડાવી શકે છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ તેના ધારાસભ્યોને જયપુર મોકલી આપ્યા છે જેથી ભાજપ તેનો સંપર્ક કરી શકે નહી. હવે રાજયનું કોકડું ઉકેલાય ત્યાં સુધી આ ધારાસભ્યો જયપુર જ રહેશે


Loading...
Advertisement