ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી

08 November 2019 12:01 PM
Rajkot India Saurashtra Sports
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી
 • ખંઢેરીમાં એક દિવસ વ્હેલી દેવદિવાળી! રાજકોટ ફરી ભારત માટે લક્કી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મેદાન પર શ્રેણી જીવંત રાખવામાં ટીમ ઇન્ડિયા સફળ : સ્ટેડિયમમાં મોજે દરિયા : માધાપર ચોકડીથી સ્ટેડિયમ સુધી માત્ર ક્રિકેટ ફેન્સની જ અવર-જવર! : ડી.જે.એ સૌને ડોલાવ્યા : કાઠીયાવાડી માહોલ ઉભો કરી દેતા ખરા ચાહકો.. : મોબાઇલ લાઇટ, આતશબાજી, રોહિત રોહિતના નારાઓથી ગ્રાઉન્ડ ગૂંજી ઉઠયું : ચોતરફ ફરકયા ત્રિરંગા : શ્રેણી જીવંત રખાવવામાં રાજકોટીયન્સનો મોટો ફાળો!

રાજકોટ તા.8
રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના લોડર્સ જેવા મેદાનમાં ગઇકાલે ભારતે બાંગ્લાદેશને શ્રેણીનો બીજો ટી-20 હરાવી સીરીઝ જીવંત રાખી છે. આ શ્રેણી 1-1થી સરભર થતા હવે રવિવારનો અંતિમ મુકાબલો જામશે. આ સાથે વધુ એક વખત રાજકોટ અને રાજકોટના ક્રિકેટ ફેન્સ ટીમ ઇન્ડિયા માટે લકી સાબિત થયા છે. પુરૂ સ્ટેડીયમ હકડેઠઠ ફૂલ થઇ ગયું હતું.
દિવાળી બાદ હજુ રાજકોટમાં રજાનો માહોલ હતો ત્યારે વાવાઝોડાના કારણે ફરી નવા વર્ષની ધમધમાટવાળી શરૂઆત થઇ ન હતી. તેવામાં ટીમ ઇન્ડિયા રાજકોટ આવી જતાં ક્રિકેટ મેનીયા છવાઇ ગયો હતો. ગઇકાલે રાજકોટની માધાપર ચોકડીથી સ્ટેડીયમ સુધી જાણ વન સાઇડ ટ્રાફીક હતો. ટીમ ઇન્ડિયાની ટીશર્ટ, કેપ, બ્યુગલ, ટેટુની ચારે તરફ ડીમાન્ડ હતી. અનેક યુવક, યુવતી, બાળકો, વડીલો તો રીતસર તૈયાર થયા હતાં.
ડી.જે.ની જમાવટ સાથે બાંગ્લાદેશની વિકેટ, સીકસ, ભારતના ચોગ્ગા-છગ્ગા સાથે આતશબાજી થતી હતી. મોબાઇલમાં લેસર લાઇટ, સ્ટાઇલીશ ફોટોસેશન, વિડીયો શુટીંગથી વાતાવરણ લાઇવ બનતું હતું.
ભારતના દાવમાં છ છક્કા અને ચાર ચોક્કા સાથે 8પ રન ફટકારનાર રોહિતે 10મી ઓવરમાં ઉપરાછાપરી ત્રણ છગ્ગા મારતા ચાહકો ચાર્જ થઇ ગયા હતાં અને આ સાથે જ ભારતનો વિજય ફાઇનલ થઇ ગયો હતો.
ભારતના રાષ્ટ્ર ચારે તરફ ફરકતા હતા ત્યારે ડી.જે.એ. ગરબા, ડાકલા, ભાઇ-ભાઇના સંગીત સાથે કાઠીયાવાડી માહોલ જામ્યો હતો. રોહિતે 23 બોલમાં ફીફટી પૂરી કરતા પુરૂ સ્ટેડીયમ રોહિત-રોહિતના નારાથી ગાજયું હતું.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે શ્રેણીનો બીજો ટી-20 ખંઢેરી સ્ટેડિયમમાં સાત વાગ્યે શરૂ થવાનો હતો. તે પહેલાં બપોરના 4:00થી જ લોકોએ સ્ટેડિયમ તરફ પ્રયાણ કર્યું હતું. જામનગર રોડ પર ઠેર ઠેર રોહિત, ધોની, વિરાટનાં ટી શર્ટ, ભારતીય ધ્વજ, કેપ સહિતની વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ ઊમટી પડી હતી. મેચ પૂર્વે ધીમે ધીમે સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકો ભારતીય ટીમના ટી શર્ટ અને ભારતીય ધ્વજ સાથે પ્રવેશ્યા હતા. ક્રિકેટ રસિકોને મોજ કરાવવા માટે ડીજે અક્કીએ મેચ પૂર્વે જ ધમાકેદાર સંગીત વગાડવાનું શરૂ કરી દેતા લોકો ઝૂમી ઉઠ્યા હતા.
સાત વાગ્યે મેચ શરૂ થતાં જ સ્ટેડિયમ ક્રિકેટ રસિકોથી ખીચોખીચ ભરાઇ ગયું હતું. ભારતે ટોસ જીતી પહેલો દાવ બાંગ્લાદેશને આપ્યો હતો. બાંગ્લાદેશની વિકેટ પડતાની સાથે જ સ્ટેડિયમમાં આતશબાજી થતા લોકો ચિચિયારીઓ પાડી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો જુસ્સો વધારતા હતા. બાદમાં ભારતીય ટીમ બેટિંગ આવતાની સાથે જ ડીજે અક્કીએ ગુજરાતી ગીતો, ડાકલા, ભાઇ-ભાઇ સહિતના ગીતો શરૂ કરતા ક્રિકેટ રસિકો ઝૂમી ઉઠ્યા હતા.
ભારતીય ઇનિંગની દસમી ઓવરમાં કપ્તાન રોહિત શર્માએ બાંગ્લાદેશના મોસદીકની બોલિંગના પહેલા ત્રણ બોલમાં જ ગગનચૂંબી છગ્ગા ફટકારતાં પ્રેક્ષકોની રોહિત...રોહિત...રોહિતની ચિચિયારીથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. એક તબક્કે મેચ જીત્યા પૂર્વે ક્રિકેટ રસિકોએ તેમના મોબાઇલની ટોર્ચ ચાલુ કરતા માહોલ રંગબેરંગી બની ગયો હતો.
કુલ 8 સિકસર
ટી 20 મેચમાં ભારત બાંગ્લાદેશ મળીને કુલ આઠ સિક્સરો લાગી હતી. જેમા બાંગલાદેશની ટીમે ફક્ત એક અને ભારતીય ટીમની સાત સિક્સરો લાગી હતી. છ સિક્સરો રોહિત શર્માએ ફટકારી હતી. મેચમાં કુલ 29 બાઉન્ડરી લાગી હતી. એકંદરે રાજકોટીયન્સે આ ટી-20 મેચ દિવાળીની જેમ જ માણ્યો હતો.

ખુલ્લી જગ્યા-પ્લોટ પર કબજો જમાવી પાર્કિંગના નામે બેફામ લુંટ
બાઈકના રૂા.50, કારના 100થી લઈ 150: પાર્કિંગના નામે દર્શકો લુંટાયા
જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્થિત એસ.સી.એન. મેદાનમાં ભારત-બાંગ્લાદેશનો મેચ જોવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવ્યા હતા. સ્ટેડિયમ શહેરથી દૂર હોય મોટાભાગના દર્શકો વાહન લઈ મેચ નિહાળવા આવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્કિંગના નામે દર્શકો લુંટાયા હતા. ક્રિકેટ સ્ટેડિયમ નજીક ખુલ્લા મેદાન-પ્લોટમાં કબજો જમાવી કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દઈ વાહનચાલકો પાસેથી પાર્કિંગના તોતીંગ ચાર્જ વસુલવામાં આવ્યો હતો. ટુ વ્હીલર ચાલકો પાસેથી રૂપિયા 50 તેમજ કાર ચાલકો પાસેથી રૂા.100થી 150 જેટલા મનફાવે તેવો પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવ્યો હતો. દર વખત મેચમાં પાર્કિંગના નામે વાહન ચાલકો લુંટાતા હોય આ બાબતે કોઈ ચોકકસ પગલા લેવા જરૂરી છે.

ચાહકોએ ધોનીને મીસ કર્યો: મેચમાં પંતનો હુરીયો બોલ્યો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચની સિરિઝનો બીજો મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં ખેલાયો હતો. જેમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. 29 હજારથી વધુ પ્રેક્ષકોએ મેચમાં ભારે મજા માણી હતી.
બાંગ્લાદેશની બેટીંગ દરમિયાન પંતની ચૂકના લીધે ઓપનર દાસને જીવતદાન મળતા અને પંતથી એક-બે બોલ મીસ થતા દર્શકોએ પંતનો હુરીયો બોલાવ્યો હતો તેમજ કેપ્ટનકુલ ધોનીને દીલથી યાદ કરી તેને મીસ કર્યો હતો.

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, એસસીએના હોદ્દેદારોએ મેચ નિહાળી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત મેદાનમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ટી-20 ક્રિકેટ મેચ જોવા ક્રિકેટ મેચ જોવા મહાનુભવો આવ્યા હતા. તાજેતરમાં જ પસંદગી પામેલા બીસીસીઆઈને સેક્રેટરી જય શાહ, પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, એસસીએના જયદેવ શાહ સહિતનાઓએ મેચ નિહાળી હતી.

ભારતે પ્રથમ બેટીંગ કરી હોત તો 180 પાર રન થઇ શકત : સુંદર
રોહિતને બેટીંગ કરતો જોવો લ્હાવો
ભારતે બાંગ્લાદેશ સામે 8 વિકેટે મેચ જીતીને ત્રણ મેચની સીરિઝમાં 1-1ની બરોબરી કરી છે. ભારતીય સ્પિનર્સ સામે બાંગ્લાદેશી બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.
મેચ બાદ વોશીંગ્ટન સુંદરે કહ્યું કે, પિચ બેટિંગ માટે બહુ સારી હતી. અમારા અનુસાર 180 પાર સ્કોર હતો. બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો, પ્રથમ બેટિંગ કરી હોત તો અમે 180થી 190 રનનો કરવાનો ટાર્ગેટ રાખ્યો હોત. તેમને 153 રન સુધીમાં સીમિત રાખીને બોલિંગ યુનિટ તરીકે અમે બહુ સારું કામ કર્યું હતું.રોહિત શર્મા આ ફોર્મેટમાં જોરદાર અનુભવ ધરાવે છે. તેને બેટિંગ કરતા જોવો બધા માટે એક આનંદદાયક વાત છે.
રમતના સૌથી નાના ફોર્મેટમાં સ્પિનર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ વિવિધતા સાથે બોલિંગ કરે છે અને જયારે યોગ્ય રીતે સ્પીડમાં બદલાવ કરે તો બેટ્સમેનને તકલીફ પડે છે.

પ્રથમ પંતે બાદમાં અમ્પાયરે ભુલ કરી
ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન કેટલીક બાબતોથી ભારતના ક્રિકેટ ચાહકો ભારે અચંબામાં મુકાઈ ગયા હતા. ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને બેટીંગ માટે આમંત્રણ અપાયા બાદ બાંગ્લાદેશની ઓપનીંગ જોડીએ ટીમને સંગીન શરૂઆત અપાવી હતી. વિકેટ માટે ટીમ ઈન્ડીયા ઝઝુમી રહી હતી. દરમિયાન સ્ટ્રાઈક બોલર યુ.સી. ચહલને બોલીંગ આપતા તેણે ઈનીંગની સાતમી ઓવરના ત્રીજા બોલે લિટન દાસને બોલ ચુકાવી વિકેટ લેવાની નજીક પહોંચી ગયો હતો. ટીમે વિકેટની ઉજવણી પણ કરી લીધી હતી પરંતુ પંતે સ્ટમ્પિંગમાં બોલ કલેકશન વિકેટની આગળથી કરતા નિયમ મુજબ નોબોલ જાહેર કરી બેટસમેનને નોટ આઉટ જાહેર કરતા દર્શકોમાં નિરાશા છવાઈ ગઈ હતી.
બાદમાં 13મી ઓવરના છેલ્લા બોલે સૌમ્ય સરકારનું વિકેટ કિપર પંતે સ્ટેમ્પીંગ કર્યુ હતું. જેમાં ટીવી અમ્પાયરે પંથે ફરી સ્ટમ્પ આગળ જઈ બોલ કલેકટ કર્યો હતો કે કેમ તે ખરાઈ કર્યા બાદ સ્પષ્ટપણે બેટસમેન આઉટ હોવાનું દર્શાયુ હતું. પરંતુ મેદાન પર લાગેલી વિશાળ સ્ક્રીન પર ભુલથી નોટ આઉટ હિસપ્લે થતા ચાહકો આશ્ર્ચર્યની સાથે રોષિત થયા હતા. રોહિત શર્મા પણ ખાસ્સો નારાજ થયો હતો. જો કે ભુલથી નોટ આઉટનું બટન દબાઈ ગયુ હોય અમ્પાયરે તુરંત પોતાની ભુલ સુધારી બેટસમેનને આઉટ જાહેર કર્યો હતો.

પ્રથમ પાવરપ્લે બાદ અમે ધીમા પડી ગયા : બાંગ્લાદેશના કપ્તાનને અફસોસ
છેલ્લા ટી-20માં ટીમમાં ફેરફારની જરૂર નથી : મહમ્મદુલ્લાહ
બાંગ્લાદેશે ભારત સામે બીજી ટી-20 ગુમાવ્યા બાદ બાંગ્લાદેશના કપ્તાન મહમ્મદુલ્લાહે કહ્યું હતું કે, મિડલ ઓવર્સમાં વિકેટ ગુમાવવાના કારણે અમે મેચ હાર્યા હતા. ભારતે ટોસ જીતીને બાંગ્લા ટાઇગર્સને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાવરપ્લેમાં વિના વિકેટે 54 રન કર્યા પછી બાંગ્લાદેશની ટીમ મિડલ ઓવર્સમાં ભારતીય સ્પિન સામે ઝઝૂમી હતી અને તેના લીધે તેમને મેચ ગુમાવવી પડી હતી.
મહમ્મદુલ્લાહે કહ્યું કે, પિચ બેટિંગ માટે સારી હતી અને બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો. જોકે ઓવર નંબર 12થી 14 દરમિયાન અમારી 2-3 વિકેટ ફટાફટ પડી ગઈ હતી. અંતિમ ઓવર્સમાં કોઈ સેટ બેટ્સમેન ક્રિઝ ઉપર ઉભો ન હોવાથી અમે મેચ હાર્યા હતા. આ ભૂલ અમને ભારે પડી હતી.
કપ્તાને કહ્યું કે, "ઓપનર્સે અમને બહુ સારી શરૂઆત અપાવી હતી. આ 180+ સ્કોરની વિકેટ હતી. સૌમ્ય સરકાર આઉટ થયો તેના પછી ક્રિઝ ઉપર બે નવા બેટ્સમેન હતા, તેમણે સમય લીધો હતો અને અમે મેચમાં પાછળ રહી ગયા હતા. અંતિમ ટી-20માં અમારે વધુ ફેરફાર કરવાની જરૂર નથી. બેટિંગમાં વધુ સારો દેખાવ કરવો અગત્યનો છે. બંને ટીમ રવિવારે અંતિમ ટી-20માં નાગપુર ખાતે ટકરાશે.


Loading...
Advertisement