ઉપલેટામાં રવિવારે વિનામુલ્યે ઓપરેશન અને નિદાન કેમ્પ યોજાશે

08 November 2019 11:54 AM
Dhoraji
  • ઉપલેટામાં રવિવારે વિનામુલ્યે ઓપરેશન અને નિદાન કેમ્પ યોજાશે

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થયેલું આયોજન

(જગદીશ રાઠોડ) ઉપલેટા તા.8
માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર તથા ભલામણી પરિવારના સ્વ.હર્ષ પ્રભુદાસભાઇ ભલાણી (ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝ) વાળાના સ્મરણાર્થે તેમના પિતા પ્રભુદાસભાઇ તથા માતા રીનાબેનના સહયોગથી જાહેર જનતાની સુખાકારી માટે ઓપરેશન નિદાન કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે રાખવામાં આવે છે.
ઉપલેટા શહેરમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઇ રાઠોડ દ્વારા તા.17/11ને રવિવારે સવારે 9 થી 12 કલાકે ભગવતસિંહજી ક્ધયા શાળા, બાપુના બાવલા ચોક, આ કેમ્પનું આયોજન કરેલ છે.
આ કેમ્પમાં આંખોના ઓપરેશન, આધુનિક ફેકો મશીનથી નેત્રમણી બેસાડવામાં આવશે. આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટ હોસ્પિટલની ટીમ સહિત સ્ત્રી રોગને લગતા રોગોની તપાસ નિદાન કરવામાં આવશે. સાથે હરસ-મસા પથરીની સારવાર કરવામાં આવશે. તેમજ વા રોગ, સાંધા, ગરદન, કમરના દુ:ખાવા અને જન્મજાત ખોડ ખાપણવાળા દર્દીઓને સ્થળ ઉપર જ તપાસીને સારવાર કરી આપવામાં આવશે. આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમના ડોકટરો તથા ઉપલેટાના નામાંકીત ડોકટરો ડો.પાયલબેન સોની તથા ડો.સમીર લોઢીયા તથા ડો.દિવ્યેશ બરોચીયા સહિતનાઓ પોતાની સેવા આપશે.
કેમ્પને સફળ બનાવવા માટે જગદીશભાઇ બારૈયા, કેશુભાઇ સીણોજીયા, શાંતિભાઇ ગજેરા, હેમંતસિંહ જાડેજા, ભગવાનદાસ નિરંજની સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પમાં આવતા તમામ દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. કેમ્પમાં નામ નોંધાવા માટે લાલજીભાઇ રાઠોડ મો.80003 82382 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement