બારાડી પંથકમાં રાત પડતા જ ખનીજ માફિયાઓ સક્રિય : બેફામ સફેદ રેતીની ચોરી

08 November 2019 11:51 AM
Amreli
  • બારાડી પંથકમાં રાત પડતા જ ખનીજ માફિયાઓ સક્રિય : બેફામ સફેદ રેતીની ચોરી

બારાડી પંથકનું અમુલ્ય ખનીજ રીતસર લુંટાતું હોવા છતાં અધિકારીઓની નિષ્ક્રિયતા

ભાટીયા, તા. 8
બારાડી પંથક મા વેકેસન કરી ખનન માફિયાઓ ફરી સક્રિય થયા છે ત્યારે આવી ગંભીર કહી સકાય એવી ચોરીઓ સામે જીલ્લા ખાણ ખનીજ ખાતુંમાત્ર એકલ દોકલ કેશ કરી સંતોષ માની રહ્યું છે
તાજેતર મા એક વિદેશી આંકડા મુજબ 2050 સુધી ભારત નો મોટા ભાગ નો દરિયાઈ વિસ્તાર પાણી મા ગરકાવ થઇ જશે ,આ સમાચાર ખરેખર ચિંતા જનક છે ,સરકાર દ્વારા પણ કરોડો રૂપિયા ના ખર્ચે દરિયા ના પાણી ને અંદર આવતા રોકવા માટે સંરક્ષણ દીવાલ બનાવવા માટે ફંડ ફાળવવા મા આવેલ હોવા ના અહેવાલો વહેતા થયેલ ત્યારે સરકાર ના આ પ્રયાસ થી વિપરીત બારાડી પંથક મા દરિયા ને અંદર આવતી રોકવા માટે કુદરતી કહી સકાય તેવી દીવાલ દરિયા કિનારા ની રેતી નો બે ફામ ખનન થઇ રહ્યું છે બારાડી પંથક ના ભોગાત,નાવદ્રા,લાંબા,હર્ષદ સહીત ના ગામો ના લોકો માથેખનન માફિયાઓ તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લા ખાણ ખનીજ ખાતા ના પાપે મોટો સંકટ મંડરાઈ રહ્યું છે
પ્રાપ્ત વિગતો મુજબ મીડિયા ના અહેવાલો બાદ દોઢ માસ જેટલા સમય દરમ્યાન આંશિક રીતે બંધ થયેલ રેતી ચોરી કરતા ખનન માફિયાઓ તંત્ર ની મીઠી નજર હેઠળ ફરી સક્રિય થઇ ગયા છે બારાડી પંથક ના ભોગાત,નાવદ્રા,સહીત ના દરયાઈ વિસ્તાર મા વિપુલ માત્રા મા ખનન માફિયાઓ દ્વારા રાત ના સમયે સફેદ રેતી નું બે ફામ ખાનન કરી રહ્યા છે પર ડે આશરે 25 જેટલી ગાડીઓ આ વિસ્તારો માંથી રેતી ની ચોરી મા સામેલ હોવા સામે જીલ્લા ખાણ ખનીજ દ્વારા માત્ર બે-ત્રણ કેશ કરી સંતોષ માનેલ આ બાબતે જીલ્લા ખાણ ખનીજ અધિકારી નરેન્દ્ર પટેલ ને પુછાતા તેઓ દ્વારા માત્ર એકજ રટણ રટતા જોવા મળેલ કે તપાસ ચાલુ છે ,અન્ય કોઈપણ જવાબ આપવામાં નરેન્દ્ર પટેલ મને જાણ નથી તેવા વાહિયાત જવાબ આપેલ જે જવાબો જીલ્લા ખાણ ખનીજ ની નિષ્ક્રયતા કે સાંઠા ગાંઠ બતાવે છે
હાલ ની પરિસ્થિતિ જોતા દરિયા ની સીમા ઘણી અંદર આવી ગયેલ હોય તેને રોકવાનું કામ રેતી રૂપી દીવાલ કરતી હોય તેને જ તોડી નાખવામાં આવે તો પરિસ્થિતિ સુ નિર્માણ પામે તે વિચારવાનો સમય રહશે નહિ હજુ પણ સમય છે રોકવાનો આ રેતી રૂપી દીવાલ ને અન્યથા અનેક ગામો દરિયામાં ગરકાવ થઇ જશે ત્યારે કોઈ તાકાત તેને રોકી સકસે નહિ. હાલ આવા નિષ્ક્રિય અધિકારી ના હાથ મા દેવભૂમિ દ્વારકા જીલ્લો સુરક્ષિત રહ્યો નથી ,સરકાર કોઈ તટસ્થ,ઈમાનદાર અધિકારી ની નિમણુક કરે અથવા દરિયો પોતાની સમય રેખા ઓળંગતા.


Loading...
Advertisement