સાવરકુંડલા-ધજડી રોડ પર મોટો ખાડો જીવલેણ અકસ્માત નોતરે તેવી શકયતા

08 November 2019 11:49 AM
Amreli
  • સાવરકુંડલા-ધજડી રોડ પર મોટો ખાડો જીવલેણ અકસ્માત નોતરે તેવી શકયતા

વાહન ચાલકોને પડતી મુશ્કેલી અધિકારીઓને દેખાતી નથી

સાવરકુંડલા, તા. 8
સાવરકુંડલા ખાંભા રોડ પર છેલ્લા બે માસથી મસમોટું ગાબડું પડવા છતાં વહીવટી તંત્રની નજરે આ ગામડું ના આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલા થી ધજડી ગામ તરફ જતા માર્ગમાં છેલ્લા બે માસથી અગણિત મસમોટા ખાડાઓ અને ભયાનક ગાબડું પડતા આ રાહ પર પસાર થતાં લોકોમાં પારાવાર મુશ્કેલીઓનો વધારો થવા પામ્યો છે માર્ગમાં રહેલ મસમોટા ખાડા હોવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે આ તબક્કે રસ્તામાં અનેક જગ્યાએ ખાડા પડેલા હોવા છતાં આ વિસ્તારના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ તથા સરકારી વહીવટી અધિકારીઓની નજરે આ ગાબડું દેખાતું ન હોવાથી જેને લઈ હાલ સુરત મુંબઈ જેવા શહેરોથી ગીર નું નાકું ગણાતા એવા આ રસ્તા પરથી પસાર થતાં લોકોમાં કુતૂહલ ફેલાયું છે.
લોકો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં આવા મોટા ભયાનક ભુવા અને ખાડાટેકરા હોવા છતાં લાગતા વળગતા તંત્રને આ દૃશ્યમાં નહિ થતું હોય? 10 કિલોમીટરના વિસ્તારમાં પાંચ થી લઇ 15 ફૂટના લાંબા લાંબા ખાડાઓ તથા ઠેરઠેર કપસી અને કાંકરાઓ દેખાયા છતાં તંત્રની નીંદર ન ઊડતી હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે નજીકના દિવસોમાં અંગે વહીવટી તંત્ર દ્વારા જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ વધી ગઈ છે.
સાવરકુંડલા થી ધજડીના પાટીયા અને જીકયાળી ગામ નજીક સુધીના વિસ્તારમાં અનહદ ખાડાઓ અને તૂટેલા રસ્તાના કારણે હાલ આ વિસ્તારની પ્રજા તોબા પોકારી ઉઠી છે આ અંગે સત્વરે આ માર્ગને ડામર પટ્ટીથી મઢવામાં આવે તેવી હાલ માંગ ઉઠી છે.


Loading...
Advertisement