દેલવાડામાં સરકારી જમીન પરની પેશકદમી હટાવવા આદેશ : પાંચ સ્થળો પર દબાણ હટાવાશે

08 November 2019 11:43 AM
Veraval
  • દેલવાડામાં સરકારી જમીન પરની પેશકદમી  હટાવવા આદેશ : પાંચ સ્થળો પર દબાણ હટાવાશે

દબાણ થાય ત્યાં સુધી પંચાયત કરે છે શું ? ઉઠતા સવાલ

ઉના, તા. 8
ઊના તાલુકાના દેલવાડા ગામના વિવિધ વિસ્તારોના અલગ અલગ સર્વે નંબરની જમીનો પર દબાણો કરાયેલ હોય આ પેશકદમી દૂર કરવા સામાજીક કાર્યકર્તા રમેશ ભગવાન સોલંકી દ્વારા લાંબા સમયથી પંચાયતને રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન ધરતા આ મુદ્દા સાથે મુખ્યમંત્રી ઓનલાઇન ફરીયાદ સમીતી સમક્ષ અપીલ કરાતા વિવિધ વિસ્તારોની સરકારી જમીન પર થયેલી પેશકદમી દૂર કરવા પંચાયતની જવાબદી નક્કી કરી આ દબાણો દૂર કરાવવા કાર્યવાહી હાથ ધરવા ઊના મામલતદાર નિનામાએ તા.વિ.અ. અને પંચાયતને હુકમ કરતા આદેશ કર્યા છે.
દેલવાડા ગામમાં આવેલ સર્વે નં.244/2 સરકારી ગામતળ આવેલ હોય અને તે જમીન ગ્રામ પંચાયત કબ્જા હેઠળ આવતી હોય ગ્રામ પંચાયત ગૃહનિર્માણ વિકાસના કાર્યક્ષેત્રમાં ઠરાવ કરાયેલ છે. તેમજ હકપત્રમાં નોંધ થયેલ છે. આ જમીનના દબાણોનું સર્વે કરાવી થયેલી પેશકદમી સત્વરે ખાલી કરવા તેમજ સર્વે નં.251, સર્વે નં.250, સર્વે નં.243 દેલવાડા ગામની અંદર ઊના ઝાંપા પોલીસ લાઇન મંદિર રોડની બન્ને સાઇડમાં બાંધકામ કરાયેલ હોય તે ગુજરાત સરકારના માર્ગમકાન વિભાગ આરબીડી રસ્તાની હદ રેખા નિયંત્રણનો ભંગ કરે તેવું બિન અધિકૃત બાંધકામ સેક્સન નાયબ કાર્યપાલક ઇજનેર સહીત સંબધિત અધિકારીના સંકલન સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા પણ આદેશ
આપ્યો છે.
આ ઉપરાંત દિવ ઝાંપા પોસ્ટ ઓફીસ રોડના સર્વે નં.246/1, 246/2 સરકારી ગામતળની જમીનો પરના દબાણો દેલવાડા પંચાયત કચેરીને અપાયેલ પંચાયત ધારા જોગવાઇ હેઠળ સર્કલ ઓફીસ તલાટીમંત્રીએ સર્વે કરી દબાણો ખાલી કરવા તેમજ અન્ય સરકારી સર્વે નંબર પરના દબાણો સહીત ચાલતા તાલુકા ઓનલાઇન સ્વાગત કાર્યક્રમમાં સામાજીક કાર્યકર રમેશભાઇ વંશની રજુઆતનો નિકાલ કરી આ ફરીયાદ અંગે ઉપરોક્ત જમીનોના દબાણ તાત્કાલીક ધોરણે દૂર કરવાની કાર્યવાહી પંચાયત કક્ષાએ કરવા ઊના મામલતદાએ આદેશ આપી આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરને પણ રીપોર્ટ કર્યા અંગે આદેશની નકલ મોકલી જાણ કરતા હવે પંચાયત વહીવટ કર્તાઓ આ દબાણો હટાવવા આગળ આવશે. ખરા ? કે આદેશોના હુકમો ફાઇલોમાં બંધ થઇ જશે. ?


Loading...
Advertisement