હવે વોટસએપના કોઇ ગ્રુપમાં જોડાવવું આપની મરજી પર રહેશે

07 November 2019 05:42 PM
India Technology
  • હવે વોટસએપના કોઇ ગ્રુપમાં જોડાવવું આપની મરજી પર રહેશે

વોટસએપનું નવુ ફિચર્સ લોન્ચ

નવી દિલ્હી તા.7
પિગાયસ જાસૂસી એપના કારણે ટીકાઓનો સામનો કરી રહેલ ફેસબુકની માલિકીનું ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ્લીકેશન વોટસએપે હવે એક નવું ફિચર શરૂ કર્યુ છે. જેમાં યુઝર્સની મરજી વિના યુઝર્સને કોઇ પોતાના ગ્રુપમાં સામેલ નહી કરી શકે.
વોટસએપમાં કોઇને વણ ઇચ્છિત ગ્રુપમાં સામેલ થવા ખેંચવા માટે ત્રણ વિકલ્પ મળતા હતા જેમાં એવરીન, માઇ કોન્ટેકટસ અને નોબડી સામેલ હતા. વોટસએપે એક બ્લોકમાં જણાવ્યું છે કે તાજા વર્ઝનમાં નોબડીના સ્થાને માય કોન્ટેકટસ એકસેપ્ટનો વિકલ્પ અપાયો છે. જેનાથી યુઝર્સ હવે પોતાના કોન્ટેકટમાં એવા લોકોને પસંદ કરી શકેશે જેના દ્વારા તે કોઇ ગુ્રપમાં સામેલ થવા નથી માંગતા એટલે હવે યુઝર્સ ઇચ્છશે તો જ તેને કોઇ ગ્રુપમાં સામેલ કરી શકાશે.


Loading...
Advertisement