જસદણનાં સાગર પરિવારે લગ્ન કંકોત્રીમાં વ્હોટસએપની થીમ આપી

07 November 2019 01:34 PM
Jasdan
  • જસદણનાં સાગર પરિવારે લગ્ન કંકોત્રીમાં વ્હોટસએપની થીમ આપી

કંકોત્રીમાં ડીપીથી માંડી સ્ટેટસ, મેસેજની ડિઝાઇન : લગ્નમાં નહી આવો તો બ્લોકનો ટહુકો

(હિતેશ ગોસાઇ) જસદણ તા.7
લગ્ન અને લગ્ન ની તૈયારીઓ ને યાદગાર બનાવવા માટે દરેક વરવધૂ કંઈક હટકે કરવાની કોશિશ કરતા હોય છે. એવાજ હટકે આઈડિયા સાથે તૈયાર કરાયેલી એક કંકોત્રી હાલમાં જસદણ માં રાઠોડ સાગર મનસુખભાઇએ તૈયાર કરી છે.
પ્રથમ દ્રષ્ટિ એ જ ખબર પડી જાય કે આ કંકોત્રી કંઈક હટકે છે. કારણકે તેમાં વ્હોટ્સએપ ના લોગોની સાથે આખે આખી કંકોત્રી ની થીમ વ્હોટ્સએપ જેવી તૈયાર કરવામાં આવી છે. ત્યાં સુધી કે જે લોકોને આમંત્રિત કરવા આ કંકોત્રી મોકલવાની છે તેમા એવી સૂચના પણ અપાઈ છે કે જો લગ્ન માં નહીં આવો તો બ્લોક કરી દેવાશે.
જસદણ ના આર્ટિસ્ટ સાગર અને કૃપલી ના 20 નવેમ્બર 2019 ના લગ્ન છે. અને આ માટે તેણે અનોખી કંકોત્રી તૈયાર કરી છે. આ કંકોત્રી માં વ્હોટ્સએપ ના દરેક ફિચર્સને ધ્યાન માં રાખવામાં આવ્યા છે. વ્હોટ્સએપ DPથી માંડીને વ્હોટ્સએપ Status સુધી દરેક વસ્તુ ને કંકોત્રી માં આવરી લેવામાં આવ્યું છે. વ્હોટ્સએપ માં જે રીતે Message, Seen, Online હોઈ છે તે બધું પણ ઉમેરવામાં આવ્યું છે. આખી કંકોત્રી વ્હોટ્સએપ ના લીલા રંગમાં જ તૈયાર કરવામાં આવી છે.
સાગર એ આવી કંકોત્રી બનાવવા માટે તેના ડિઝાઈનર મિત્ર કાલરીયા સ્મિત અને સિદ્ધાર્થ ભાલસોડની મદદ લીધી હતી. આ કંકોત્રી ના કારણે અત્યાર થી જ પરિવારજનો અને સગા સ્નેહીઓમાં ઉત્સાહ છે. વ્હોટ્સએપ થીમ પર બનેલી કંકોત્રી એ એક નવો આઈડિયા પણ આપ્યો છે હવે એ દિવસ પણ દૂર નથી કે આવનારા આધુનિક સમય માં કંકોત્રી જ વ્હોટ્સએપ પર મળશે. અને તે પણ એક થી એક હટકે આઈડિયા સાથેની હશે.


Loading...
Advertisement