ભારે વરસાદને કારણે ભારતમાં ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચું રહે એવી ધારણા

07 November 2019 01:25 PM
Business India
  • ભારે વરસાદને કારણે ભારતમાં ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચું રહે એવી ધારણા

મુંબઇ : વિશ્ર્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકારનો સમાવેશ થાય છે એવા ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે નવી સીઝનમાં ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચુ રહે એવી ધારણા ઇન્ડિયન શુગર મિલ્સ અસોસીએશન (ઇસ્મા) દ્વારા વ્યકત કરવામાં આવી છે.
વર્ષ 2018-19માં ભારતમાં ખાંડનું ઉત્પાદન 3.32 કરોડ ટન રહ્યું હતું જે ઓકટોબરથી સપ્ટેમ્બરની ખાંડની 2019-20ની સીઝનમાં ઘટીને 2.685 કરોડ ટન રહે એવી શકયતા ઇસ્માએ વ્યકત કરી છે. અગાઉ ઇસ્માએ દેશમાં ઉત્પાદન 2.82 કરોડ ત્રણ રહેવાની ધારણા વ્યકત કરી હતી.
વર્ષ 2019-20માં જો મોલેસીસ અને ઇથેનોલ માટે શેરડીનો વપરાશ વધે તો ઉત્પાદન હજી પણ ઘટી 2.60 કરોડ ટન આસપાસ રહેશે. નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ શુગર ફેકટરીઝનો મતે પણ ભારતમાં ખાંડનું ઉત્પાદન 2.60 કરોડથી 2.65 કરોડ ટન વચ્ચે રહે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ભારતમાં ખાંડનું ઉત્પાદન ઘટશે એવી ધારણાએ વૈશ્ર્વિક બજારમાં ભાવનો બેન્ચમાર્ક ગણાતા ન્યુ યોર્ક વાયદા મંગળવારે એક મહિનાની ઉંચી સપાટીએ હતા. ગયા વર્ષે ભારતમાં ખાંડનો પડતર સ્ટોક વિક્રમી ઉંચા સ્તરે હતો. આ વર્ષે ઉત્પાદન ઘટે તો એમાં ઘટાડો થશે.


Loading...
Advertisement