મોરબીના જેતપર(મચ્છુ) ગામ પાસે વોંકળામાંથી યુવાનની લાશ મળી

07 November 2019 01:01 PM
Porbandar
  • મોરબીના જેતપર(મચ્છુ) ગામ પાસે વોંકળામાંથી યુવાનની લાશ મળી

વકીલ સાથે મારામારીના કેસમાં આરોપીની ધરપકડ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.7
મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ વોંકળાના પાણીમાંથી આજે વહેલી સવારના આશરે 25 થી 30 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસે તપાસ શરૂ કરી છે.બનાવ અંગે મોરબી તાલુકા પીએસઆઇ જી.વી.વાણીયાના જણાવ્યા મુજબ જેતપર ગામે પાણીમાં અજાણ્યા યુવાનની લાશ પડી હોય જેથી પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવતા આશરે 25 થી 30 વર્ષીય પરપ્રાંતીય દેખાતા એવા અજાણ્યા યુવાનનો મૃતદેહ હાલ મળી આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકના શરીર ઉપર ઇજાના કોઇ નિશાન જણાયા નથી અને હાલ પાણીમાં કોઇ કારણસર ડુબી જવાથી પરપ્રાંતીય યુવાનનું મોત થયું હોય તેવું દેખાઈ રહ્યું છે તેમ છતાં મોત અંગેનું ખરૂ કારણ જાણવા માટે મૃતકના ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ છે. હાલ અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવે છે. આસપાસના ખેતરોમાં કે કોઇ યુનિટમાં મજૂરીકામ કરતા પરપ્રાંતિયો પૈકીનો જ કોઈ યુવાન હોય તેમ લાગી રહ્યુ છે અને પાણીમાં ડુબી જવાથી તેનું મોત થયું હોય તેમ જણાઈ રહ્યું છે.
મારામારીમાં અટકાયત
મોરબીના વસંત પ્લોટ શેરી નંબર 3 માં રહેતા અને રવાપર રોડ ચક્કીયા હનુમાન પાસે ઓફિસ ધરાવતા એડવોકેટ કૌશિકભાઇ અમૃતલાલ ભટ્ટ (ઉંમર વર્ષ 52) ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવતા તેઓને સારવાર માટે લઈ જવાયા બાદ એડવોકેટ કૌશિકભાઈ ભટ્ટે વાઘપરા શેરી નંબર 7 માં રહેતા મોહનભાઈ ડુંગરભાઇ ડાભી સતવારા વિરૂદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.જેમાં એડવોકેટ કૌશિકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે મોહનભાઈના સાઢુભાઇને કૌશિકભાઇએ અગાઉ એક ચેપટર કેસમાં છોડાવ્યા હતા તે વાતનો રોષ રાખીને મોહનભાઈએ લાકડીનો ઘા હાથ પર કર્યો હતો અને તેઓના પત્ની છોડાવવા વચ્ચે પડતાં તેણીને પણ લાકડી વડે ઇજા કરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ મથકના નારણભાઈ છૈયાએ મારામારીના કેશમાં મોહનભાઈ ડુંગરભાઇ ડાભી સતવારા (ઉમર 68) રહે.વાઘપરાની અટકાયત કરી હતી.


Loading...
Advertisement