વાવાઝોડા-વરસાદની આગાહીના પગલે વેરાવળ બંદરે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ

07 November 2019 12:26 PM
Botad
  • વાવાઝોડા-વરસાદની આગાહીના પગલે વેરાવળ બંદરે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ

બચાવ રાહત કામગીરી કરવા એનડીઆરએફની ટીમનું આગમન

વેરાવળ તા.7
આગામી 48 કલાકમાં મહા વાવાઝોડુ દિવથી દ્રારકાના દરીયાકાંઠે ટકરાય તેવી સંભાવના હોય જેના પગલે વેરાવળ બંદર ઉપર ભયસુચક ત્રણ નંબરનું સીગ્નલ ગઇ કાલે બપોર બાદ લગાવવામાં આવેલ છે તેમજ રાજય સરકાર દ્વારા જીલ્લાીમાં બે એન.ડી.આર.એફ.ની રપ સભ્યોની ટીમ ફાળવેલ જે જીલ્લાના મથક વેરાવળ અને બીજી ટીમ ઉના ખાતે તૈનાત કરાઇ છે.
ગઇ કાલે બપોર બાદ વેરાવળ બંદર ઉપર વડી કચેરીની સુચનાથી બે નંબરના સીગ્નલની જગ્યાએ ત્રણ નંબરનું ભયસૂચક સીગ્નકલ ચડાવવામાં આવેલ છે. એક તરફ મહા વાવાઝોડાને લઇ આગામી 48 કલાક મહત્વસના છે તેવા સમયે જીલ્લાા મથક વેરાવળ-સોમનાથમાં દિવસભર ખુલ્લુ વાતાવરણ જોવા મળતું હતું. વાતાવરણમાં કયાંય વાવાઝોડાની અસર હોય તેવો માહોલ જોવા મળતો ન હતો અને દરીયામાં પણ વાવાઝોડાનો કોઇ કરંટ ન હોય તેમ શાંત જોવા મળતો હતો તેમ છતાં જો વાવાઝોડુ ત્રાટકે તો દરીયાકાંઠાના વિસ્તાારમાં રહેતા લોકોને કયાં સ્થળે સ્થ ળાંતર કરવા તે સહિતની તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવાય હોવાનો તંત્રએ દાવો કર્યો છે.
વેરાવળમાં રખાયેલ એન.ડી.આર.એફ.ની ટીમના સભ્યો એ વહીવટી તંત્રના મામલતદાર આંબલીયા, ચાંદેગરા, ચીફ ઓફીસર જતીન મહેતા સહિતના અઘિકારીઓ સાથે શહેર અને પંથકના દરીયાકાંઠના વિસ્તાંરની મુલાકાત લીઘી હતી જેમાં એન.ડી.આર.એફ. ની ટીમના કમાન્ડર પુષ્પરાઝ ત્રિપાઠી અને 25 જવાનોએ જાલેશ્વર, બંદર એરીયા તથા તાલુકાના ડાભોર, કિંદરવા, વડોદરા-ઝાલા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને જયાં જવાનોએ દરીયાકાંઠે ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને વાવાઝોડા સામે રક્ષણ અને સલામતી માટે સમજણ આપી જાગૃત કર્યા હતા. મહા વાવાઝોડુ ત્રાટકે તે દરમ્યાન લોકોએ કયાં સ્થળે સુરક્ષીત ખસી જવા જણાવી સહકાર આપવા અપીલ કરી હતી.


Loading...
Advertisement