મોદીની તસ્વીર સાથે ચેડાં કરનારને કોર્ટે એક વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહેવાની સજા

07 November 2019 11:54 AM
Crime India Politics Technology
  • મોદીની તસ્વીર સાથે ચેડાં કરનારને કોર્ટે એક વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહેવાની સજા

નરેન્દ્ર મોદીની તસવીર સાથે છેડછાડ કરીને તામીલનાડુની એક વ્યકિતને ભારે પડી ગયું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે છેડછાડ કરીને એને સોશ્યલ મીડિયા પર મૂકવાનું તામીલનાડુની એક વ્યકિતને ભારે પડી ગયું છે.
આ તસવીર પોસ્ટ કર્યાના એક મહિના બાદ તામિલનાડુના ક્ધયાકુમારી જિલ્લાના રહેવાસી જબીન ચાર્લ્સને એક વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી દુર રહેવાનો વારો આવ્યો છે. એ માટે જબીને હાઈ કોર્ટમાં એક સોગંદનામુ પણ રજૂ કરવું પડયું છે.

તેણે આગોતરા જામીન લેવા માટે હાઈકોર્ટને લખી આપ્યું હતું કે આગામી એક વર્ષ સુધી હું સોશ્યલ મીડીયાથી દુર રહીશ. જજે કહ્યું હતું કે જો જબીન સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરતો જોવા મળશેતો તેને જામીન રદ કરી દેવામાં આવશે.

જબીને એક મહિના પહેલા પીએમ મોદીની તસવીર પોસ્ટ કરી એ વખતે બીજેપીના પદાધિકારી નાંજિલ રાજાએ તેની સામે ફરિયાદ કરી હતી. અને આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જબીન ચાર્લ્સે કહ્યું કે પબ્લીક ફોરમ પર અભિપ્રાય મૂકવો એ કોઈ ગુનો નથી ગણાતો. જો કે તેણે તસવીર પર ખેદ વ્યકત કરીને કહ્યું હતું કે પીએમ મોદીનો ફોટો પોસ્ટ કર્યા બાદ મને લાગ્યુ હતું કે આ રીતે પીએમનું અપમાન કરવું યોગ્ય નથી એટલે મેં આ પોસ્ટ બ્લોક કરી દીધી હતી. હું સ્થાનિક પેપરમાં આને માટે માફી માગવા પણ તૈયાર છું.


Loading...
Advertisement