નિવૃત રેલવે કર્મચારીનો આત્મ વિલોપનનો પ્રયાસ : ધરપકડ

06 November 2019 04:42 PM
Bhavnagar
  • નિવૃત રેલવે કર્મચારીનો આત્મ વિલોપનનો પ્રયાસ : ધરપકડ

ટોલીમેન તરીકે નોકરી કર્યા બાદ પેન્શ નહીં મળતા ભાવનગર ડીઆરએમ કચેરી ખાતે શરીર પર કેરોસીન છાંટયું

(વિપુલ હિરાણી) ભાવનગર તા.6
ભાવનગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે નિવૃત રેલવે કર્મચારીએ આત્મ વિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકાનાં કોટડા પીઠડા ગામે રહેતા નિવૃત રેલવે કર્મચારી નાનજીભાઇ રણછોડભાઇ ચૌહાણ (ઉ.વ.97)એ ટોલીમેન તરીકે નોકરી કર્યા બાદ પેન્શન નહી મળતાં અને આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ નહી આવતા આજે સવારે ભાવનગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી.
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર નિવૃત રેલવે કર્મચારીને પરિવારમાં 4 દિકરા અને 2 દિકરીઓ હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement