મોરબી જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સેવા અંગે ડોકટરો સાથે મીટીંગ યોજાઈ

06 November 2019 02:48 PM
Porbandar
  • મોરબી જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સેવા અંગે ડોકટરો સાથે મીટીંગ યોજાઈમોરબી જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જેમ. એમ. કતીરાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લામાં બાલસખા-3 અને કરારબદ્ધ થયેલ હોસ્પિટલના ડોક્ટરોની મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં આ યોજનાઓ હેઠળ કરારબદ્ધ હોસ્પિટલોમાં થતી કામગીરી અને એડિટરને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત, ભારત સરકારની ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડની ગાઈડ લાઈન મુજબ બાલસખા-3 યોજના હેઠળ કરારબદ્ધ હોસ્પિટલોમાં તથા ચિરંજીવી યોજનામાં કરારબદ્ધ હોસ્પિટલમાં ‘લક્ષ્ય’ અંતર્ગત પ્રસુતિ ગૃહ અને મેટર્નલ ઓપરેશન થિયેટરમાં સરકાર દ્વારા નિયત કરેલા ક્વોલિટીના ધારા-ધોરણો અનુસાર તમામ સુવિધાઓ બાબતે જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા તથા જિલ્લા આરસીએચ અધિકારી ડો. વિપુલ કારોલીયા દ્વારા ચર્ચા કરવામાં આવેલ હતી અને ડો. જે. એમ. કતીરા દ્વારા ‘મહા’ વાવાઝોડા સંદર્ભે તમામ તાત્કાલિક સારવાર જરૂરિયાતના સમયે ઉપલબ્ધ કરાવવા માટે સ્ટાફને સૂચના આપવામાં આવી છે. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement