ભાવનગરમાં ડબલ મર્ડર અને ત્રણ લાખના હિરાની લૂંટમાં ત્રણ આરોપીઓને આજીવન જેલ

06 November 2019 01:47 PM
Bhavnagar Crime Saurashtra
  • ભાવનગરમાં ડબલ મર્ડર અને ત્રણ લાખના હિરાની લૂંટમાં ત્રણ આરોપીઓને આજીવન જેલ

પ્રત્યેક આરોપીઓને 70 હજાર રોકડ દંડ અને તે વળતર ભોગ બનનારના વાલીને ચૂકવવા ચૂકાદો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.6
ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલા હિરાના કારખાનામાં ત્રણ શખ્સોએ ઘૂસી જઇ બેવડી હત્યા અને રૂા.3 લાખના હિરાની લૂંટ કેસમાં બીજા એડીશ્નલ સેસન્જ જજ એમ.જેે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલોની દલીલો ઘ્યાને લઇ આ ગુન્હામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે હત્યા સહિતનો ગુનો સાબિત માની ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને 50 હજારનો રોકડ દંડની સજા ફટકારી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓ મહેશ ભુદરભાઇ કટકીયા, દિલીપ રમણીક ચાવડા, ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ દલવાણીયા સહિતના ત્રણેય શખ્સોએ કુમુદવાડી વિસ્તારમાં આવેલ પ્લોટ નં.10, નીલકંઠ સોસાયટીની સામે આવેલ, ઘનશ્યામભાઇ રામજીભાઇની માલીકીના હિરાના કારખાનામાં ગત તા.26/6ના રોજ રાત્રીના સુમારે આ કારખાનામાં કામ કરતાં અનિલભાઇ દિલીપભાઇ મકવાણા (રહે.લીંબડી, જી.સુરેન્દ્રનગર), તથા ચંદુભાઇ નારસંગભાઇ કુંભાણી (મૂળ રહે.લીંબડી, જી.સુરેન્દ્રનગર) નામના બંને રત્નકલાકારો હિરાના કારખાનામાં સુતા હતા તે વેળાએ રાત્રીના સુમારે એક વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ મહેશ કટારીયા, દિલીપ ચાવડા અને ઘનશ્યામ દલવાણીયા હિરાનું કારખાનું ખખડાવી, શટર ખોલાવી, કારખાનામાં સુવા માટે જગ્યા આપવાનું કહેતા અનિલભાઇ અને ચંદુભાઇએ ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો દલવાણીયા પણ કુમુદવાડીમાં આવેલા ધરમશીભાઇ હિરાના કારખાનામાં કામ કરતો હોવાથી ત્રણેયને કારખાનામાં બોલાવી અંદર સુવા દીધા હતા.
દરમ્યાન કારખાનાની અંદર આવેલા ત્રણેય શખ્સોએ અનિલભાઇ અને ચંદુભાઇ નિંદ્રાધીન હતા તે વેળાએ ઉકત ત્રણેય શખ્સોએ એક સંપ કરી જીવલેણ હથિયારો વડે હુમલો કરી અનિલભાઇ તથા ચંદુભાઇની હત્યા કરી ત્રણેય શખ્સોએ હિરાના કારખાનામાં રહેલા ટેબલનું ખાનુ ખોલી તેમાં રહેલા કાચા તેમજ તૈયાર હિરા કિં.રૂા.3 લાખની લૂંટ ચલાવી રાત્રીના સમયે ઉકત ત્રણેય આરોપીઓ જે તે સમયે નાસી છુટયા હતા.
આ બનાવ અંગે ઘેલાભાઇ ભીખાભાઇ વેગડ (રહે.શેરી નં.3, સરીતા સોસાયટી)એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહેશ ભુદર કંટારીયા, દિલીપ રમણીક ચાવડા અને ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ દલવાણીયા સહિતના ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંઘ્યો હતો. આ અંગેનો કેસ સેક્ધડ એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયા તથા બચાવપક્ષના વિથ પ્રોસીકયુશન વકીલ વિજયભાઇ ધુમડીયાની દલીલો, મૌખીક પુરાવા વિગેરે ઘ્યાને લઇ ત્રણેય આરોપીઓ મહેશ ભુદરભાઇ કટકીયા કોળી, દિલીપ રમણીકભાઇ ચાવડા અને ઘનશ્યામ ઉર્ફે ઘનો પ્રદીપભાઇ ધલવાણીયા સામેનો ગુનો સાબિત માની આરોપી ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રતિક આરોપીઓને રૂા.50 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. આરોપીઓ જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.


Loading...
Advertisement