ઈસ્લામિક સ્ટેટના માર્યા ગયેલા નેતા બગદાદીની બહેન તુર્કીના કબ્જામાં

06 November 2019 12:50 PM
World
  • ઈસ્લામિક સ્ટેટના માર્યા ગયેલા નેતા બગદાદીની બહેન તુર્કીના કબ્જામાં

ઈસ્લામિક સંગઠનની રજેરજની માહિતી મળવાની ધારણા

અંકારા તા.6
તુર્કીએ ઈસ્લામીક સ્ટેટના માર્યા ગયેલા મુળીયા અબુ બક-અલ-બગદાદીની બહેનને પણ ઉતર સિરીયાના નગર અઝાઝમાંથી પકડી લીધી છે. અટકાયતમાં લેવાયેલા તેના પતિ અને પુત્રવધુની પણ પુછપરછ થઈ રહી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ 65 વર્ષની હાસમિયા અવાડને અઝાઝમાં છાપો મારી દબોચી લેવામાં આવી છે.
તે ઝડપાઈ ત્યારે તેની સાથે પાંચ સંતાનો પણ હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બગદાદીની બહેન પાસેથી આઈએસઆઈએસની અંદરની કામગીરી વિષે માહિતીનો ખોટો ખજાનો મલે તેવી આશા છે.
ઉતરપશ્ર્ચિમી સીરીયામાં અમેરિકી ખાસ દળોએ છાપો માર્યો ત્યારે બુગદામાં છુપાયેલા બગદાદીએ આત્મહત્યા કરી હતી. ઈસ્લામીક સ્ટેટએ મંગળવારે ઓડીયો ટેપ ઓનલાઈન પોસ્ટ કરી તેનો નેતા માર્યો હોવાથી પુષ્ટિ કરવા સાથે અમેરિકા સામે બદલો લેવા શપથ લીધા હતા.


Loading...
Advertisement