ટ્રમ્પને અપીલ કોર્ટમાં ફટકો: 8 વર્ષના હિસાબના ચોપડા રજૂ કરવા આદેશ

05 November 2019 04:51 PM
World
  • ટ્રમ્પને અપીલ કોર્ટમાં ફટકો: 8 વર્ષના હિસાબના ચોપડા રજૂ કરવા આદેશ

મામલો હવે સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શકયતા

નવી દિલ્હી તા.5
પોતાના હિસાબકિતાબ ખાનગી રાખવાના પ્રયાસમાં અમેરિકી પ્રમુખને ફટકો પડયો છે. ફેડરલ અપીલ પેનલે ચૂકાદો આપ્યો છે કે ટ્રમ્પની એકાઉન્ટીંગ કંપનીએ મેનહટન પ્રોસીકયુટરને આઠ વર્ષના પર્સનલ અને કોર્પોરેટ ટેકસ રિટર્નની વિગતો આપવી પડશે.
પોતે તમામ અપરાધિક તપાસમાંથી મુક્તિ ધરાવે છે એવી પણ જજોની પેનલે ટ્રમ્પની દલીલ સ્વીકારી નહોતી. નીચલી અદાલતે પણ આ દલીલને દેશના શાસન માળખા અને બંધારરીય મૂલ્યોથી વિપરીત ગણાવી હતી. એના બદલે અપીલ ઉર્ફે ઠરાવ્યું હતું. ટ્રમ્પ જાતે નહીં પણ તેમની એકાઉન્ટીંગ કંપનીને દસ્તાવેજો માટે બોલાવવામાં આવી છે, એથી પ્રેસીડેન્ટ મુક્તિ ધરાવે છે કે નહીં તે મહત્વનું નથી.
અપીલ કોર્ટના હુકમ છતાં ટેકસ રિટર્ન સોંપવામાં આવે તેવી સંભાવના નથી. ટ્રમ્પ પોતાના ફાઈનાન્સીયલ રેકોર્ડ ગુપ્ત રાખવા આક્રમકપણે લડી રહ્યા છે અનેકેસ અમેરિકાથી સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યો છે.
મેનહટ્ટન ડિસ્ટ્રીકટ એટર્નીએ ગત ઓગષ્ટમાં ટ્રમ્પની એકાઉન્ટીંગ કંપની માઝાર્સ, યુએસએને તેમના અને પરિવારના 2011થી લઈ આજ સુધીના ટેકસ રિટર્ન રજુ કરવા આદેશ આપ્યો ત્યારથી આ કાનુની વિવાદ શરુ થયો હતો.


Loading...
Advertisement