ઈન્ટરનેટ સ્પીડમાં ભારત શ્રીલંકા અને પાક.થી પાછળ!

05 November 2019 03:05 PM
India Technology
  • ઈન્ટરનેટ સ્પીડમાં ભારત શ્રીલંકા અને પાક.થી પાછળ!

મંગલયાન, ચંદ્રયાન ભલે છોડયા પણ...

નવી દિલ્હી તા.5
ભારત ભલે મંગલયાન અને ચંદ્રયાન છોડતો હોય પણ મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડમાં નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા નાનકડા જેવા દેશોથી પણ પાછળ છે!
બ્રોડબેન્ડ સ્પીડ વિશ્ર્લેષણ કંપની ઉકલાની એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2019માં ભારત મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના મામલામાં 128મા સ્થાન પર રહેલું, ઉકલાના સ્પીડ ટેસ્ટ વૈશ્ર્વિક ઈન્ડેકસ અનુસાર વૈશ્ર્વિક સ્તર પર સરેરાશ ડાઉનલોડ રફતાર 29.5 મેગાબીટ પ્રતિ સેક્ધડ રહી હતી, જયારે અપલોડ સ્પીડ 11.34 એમબીપીએસ રહી હતી. વૈશ્ર્વિક યાદીમાં મોબાઈલ નેટવર્ક પર દક્ષિણ કોરિયા 95 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ અને 17.55 એમબીપીએસની અપલોડ સ્પીડ સાથે પ્રથમ સ્થાને રહેલું.
જયારે ભારતમાં ડાઉનલોડ સ્પીડ 11.18 એમબીપીએસ અને અપલોડ સ્પીડ 4.68 એમબીપીએસ સાથે 128માં સ્થાને રહ્યું હતું.
જયારે ભારત કરતા નાના દેશો શ્રીલંકામાં ડાઉનલોડ સ્પીડ 22.56 અને અપલોડ સ્પીડ 10.59 એમબીપીએસ સાથે 81માં ક્રમે અને પાકિસ્તાન ડાઉનલોડ સ્પીડ 14.38 અને અપલોડ સ્પીડ 10.59 એમબીપીએસ સાથે 112માં સ્થાને રહ્યા હતા.


Loading...
Advertisement