દિલ્હીના પ્રદુષણથી પ્રવાસનને અસર : ભારે પ્રદુષણના કારણે લોકો રાજધાનીની ટૂર ટાળી રહ્યા છે

05 November 2019 11:03 AM
Health India
  • દિલ્હીના પ્રદુષણથી પ્રવાસનને અસર : ભારે પ્રદુષણના કારણે લોકો રાજધાનીની ટૂર ટાળી રહ્યા છે

દેશ-વિદેશના સહેલાણીઓ દિલ્હીનો પ્રવાસ કેન્સલ કરાવે છે: ફલાઈટ બુકીંગ 17 ટકા ઘટયુ

નવી દિલ્હી તા.5
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદુષણના કહેરને પગલે દિલ્હીમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. પ્રદુષણના કારણે શ્ર્વાસને લગતી પરેશાનીઓ પેદા થતા દેશ-વિદેશના પ્રવાસીઓ દિલ્હી આવવાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે, ટાળી રહ્યા છે અથવા ઓછો સમય રોકાવવાનો નિર્ણય લઈ રહ્યા છે. તો બીજી બાજુ દિલ્હીમાં રહેતા લોકો દિલ્હીની બહાર આસપાસનાં હિલ સ્ટેશનો અથવા બેંગ્લુરૂ અને મુંબઈ જવાનો પ્લાન કરી રહ્યા છે.
ટ્રાવેલ અને ટુર ઓપરેટરો દ્વારા જણાવાયું છે કે આગ્રા, ચંદીગઢ અને અમૃતસર જેવા બીજા ભારતીય શહેરો માટે પણ બુકીંગ ઘટી રહી છે અને આ શહેરો માટે પૂછપરછ કરનારાઓની સંખ્યા પણ ઘટી છે.
યાત્રા ડોટ કોમનાં સીઈઓ શરત ઢલે જણાવ્યુ હતું કે બિઝનેસ ટ્રાવેલર પણ પોતાની ટીપ્સ ટાળી રહ્યા છે. 27 ઓકટોબરથી 5 નવેમ્બર વચ્ચે દિલ્હી માટે ફલાઈટ બુકીંગ 17 ટકા ઘટી છે. ટ્રાવેલ પોર્ટલ આઈએકસઆઈ જુઓ ડોટ કોમના ડેટા અનુસાર વિલંબ ડાયવર્ઝન અને કેન્સેલેશનના કારણે આમ થયુ છે. અને એર લાઈન્સને લખનૌ અને જયપુર જેવા નજીકનાં શહેરો તરફ ફલાઈટ ડાયવર્ટ કરવી પડી છે. અથવા કેન્સલ કરવી પડી છે. કારણ કે દિલ્હીમાં સ્મોગ (ધુંધ)થી વિઝીબીલીટી ઘટી છે. જયારે બીજી બાજુ દિલ્હીથી મુંબઈ અને બેંગ્લુરૂ જેવા અન્ય મેટ્રો શહેરો માટે લાઈટ મીનીટ બુકીંગમાં 20 ટકા વધારો દેખાયો છે.


Loading...
Advertisement