‘મહા’ અતિ તીવ્ર બન્યુ: કાલે સૌરાષ્ટ્ર તરફ ‘ટર્ન’ લેશે

04 November 2019 06:06 PM
Rajkot Gujarat Saurashtra
  • ‘મહા’ અતિ તીવ્ર બન્યુ: કાલે સૌરાષ્ટ્ર તરફ ‘ટર્ન’ લેશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: સૌરાષ્ટ્ર તરફ ટ્રેક લેતા કાલથી જ ક્રમશ: નબળુ પડવા લાગશે; દરિયાકિનારે પહોંચતા 100 કીમીની ઝડપે પવન ફુંકાશે છતાં હવામાન ખાતાની સૂચનાને અનુસરવા સલાહ

રાજકોટ તા.4
અરબી સમુદ્રનું ‘મહા’ વાવાઝોડુ અતિ તીવ્ર બન્યું છે અને આવતીકાલે યુ-ટર્ન લઈને સૌરાષ્ટ્રની દિશા પકડવાના સંકેતો છે. જો કે, ત્યારબાદ ક્રમશ: નબળુ પડવા લાગશે છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાતી વખતે અંદાજીત 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે અરબી સમુદ્રમાં સરકી આવેલુ મહા વાવાઝોડુ ગ,કાલે વેચી સીવીયર સાયકલોનીક સ્ટોર્મની શ્રેણીમાં હતું અને મુખ્યત્વે પશ્ર્ચિમ-ઉતર પશ્ર્ચિમ(ઓમાન બાજુ) તરફ ગતિ કરતુ હતું. તે આજે વધુ મજબૂત બનીને એકસટ્રીમલી સીવીયર અર્થાત અતિ ભયાનક તીવ્ર બન્યું છે. પવનની ઝડપ 165થી175 કીમીની ગતિએ પહોંચી છે. હવામાન ખાતા મુજબ ઝાટકાના પવનો 195 કીમીની ઝડપે ફુંકાઈ રહ્યા છે.
અતિ તીવ્રની શ્રેણીમાં આવેલુ ‘મહા’ વાવાઝોડુ કાલે સવાર સુધીમાં યુ ટર્ન મારે તેવી શકયતા છે અને દિશા પુર્વ ઉતર પુર્વની બનશે. અર્થાત સૌરાષ્ટ્રની દિશામાં ટ્રેક પર આવી જશે. સાથોસાથ નબળુ પણ પડવા લાગશે. આવતીકાલથી બે દિવસ સુધી ઉતરોતર નબળુ પડતુ જશે.
હાલના અનુમાન મુજબ ‘મહા’ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચેત્યારે પવનની ગતિ 100 કિલોમીટરની રહે તેમ છે. જો કે ઈન્ટરનેશનલ એજન્સી જેટીડબલ્યુસીના અંદાજ મુજબ પવનની ઝડપ 80 કીલોમીટરની જ હશે. તેનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય માપદંડો આધારીત છે.
યુરોપીયન મોડલ એવુ સૂચવે છે કે મહા વાવાઝોડુ રીટર્ન જર્ની અર્થાત આવતીકાલે સૌરાષ્ટ્ર તરફ યુ ટર્ન લ્યે ત્યારબાદ ધારણા કરતા પણ વધુ નબળુ પડશે.
અશોકભાઈ પટેલે એવુ સ્પષ્ટ કર્યુ છે કે વાવાઝોડુ, પવન,વરસાદ સહિતની બાબતોમાં હવામાન વિભાગની સૂચનાઓનું જ પાલન કરવું.


Loading...
Advertisement