ભારતમાં ડાયાબિટિસ, બીપી અને કેન્સરના કેસોમાં વધારો

02 November 2019 03:11 PM
Health India
  • ભારતમાં ડાયાબિટિસ, બીપી અને કેન્સરના કેસોમાં વધારો

નિદાન કરાયેલા 6.51 કરોડ લોકોમાંથી 40 લાખને બીપી 31 લાખને ડાયાબીટીસ

નવી દિલ્હી: ભારતમાં ટાઈમર ટેન્શન, ડાયાબીટીસ અને કેન્સર જેવા બિનચેપી પણ કાયમી રોગો વધી રહ્યા છે. 2018માં સરકાર સંચાલીત એનસીડી કિલનિકમાં નિદાન કરાયેલા 6.51 કરોડ લોકોમાંથી 40 લાખ હાઈપર ટેન્શન, 31 લાખથી વધુ ડાયાબીટીસથી અને 11 લાખ હાઈપર ટેન્શન અને ડાયાબીટીસ બન્નેથી પીડિત હોવાનું નિદાન થયું હતું.
એ ઉપરાંત અન્ય બે લાખ કાર્ડીયોવાસ્કયુલર બીમારીઓ અને 1.68 લાખ લોકો કોમન કેન્સરથી પીડાઈ રહ્યાનું નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2019માં બહાર આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા રિપોર્ટ મુજબ નિદાન-પરીક્ષણ માટે નોન-કોમ્યુનીકેબલ ડીસીસ (એનસીડી) કિલનીકની મુલાકાતે આવતા લોકોની સંખ્યા 2017માં 3.5 કરોડથી 2018માં લગભગ બમણી, 6.5 કરોડ થઈ હતી. જો કે નિદાન માટે આવતા અને બીમારીનું નિદાન કરાયેલા કેસોની સંખ્યામાં વધારો વધતી જાગૃતિ અને બીમારીનો બોજ બન્ને દર્શાવે છે.
પરીક્ષણ કરાયેલા 6.5 કરોડ લોકોમાંથી ડાયાબીટીસની બીમારીનું પ્રમાણ 4.75% અને હાઈપર ટેન્શનનું 6.2% હતું.


Loading...
Advertisement