પડકારોનો સામનો કરતી ભારતીય મહિલાઓ વિષે મર્કલે ચર્ચા કરી

02 November 2019 12:09 PM
India Woman
  • પડકારોનો સામનો કરતી ભારતીય મહિલાઓ વિષે મર્કલે ચર્ચા કરી

‘આપ’ની આતિશી સહિત ભારતની વિવિધ ક્ષેત્રની મહિલાઓને જર્મન ચાન્સેલર મળ્યા

નવી દિલ્હી તા.2
જર્મન ચાન્સેલર એંગેલા મર્કલ શુક્રવારે આપના વરિષ્ટ નેતા આતિશી અને સુપ્રિમ કોર્ટની વકીલ કરૂણા નંદી સહીત પાંચ ભારતીય મહિલાઓને મળ્યા હતા. આતિશીએ પોતાના ટવીટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં મર્કલે અન્ય મહિલાઓ સાથે ઉભેલા નજરે પડે છે.
મર્કલે ‘યોર સ્ટોરી’ની સંસ્થાપક શ્રધ્ધા શર્મા, બ્રુકીંગ્સ ઈન્ડિયાની અનુસંધાન નિર્દેશક શાયિકા રવિ અને નતાશા ઝરીનને પણ મળ્યા હતા. રાજધાની દિલ્હીમાં સરકારી સ્કુલોમાં શિક્ષણની સ્થિતિ સુધારવામાં મોટી ભૂમિકા નિભાવનાર આતિશીએ જણાવ્યું હતું કે બેઠકમાં મર્કલે ભારતમાં મહિલાઓ જે પડકારોનો સામનો કરી રહી છે તે મુદ્દે ચર્ચા કરી હતી.
નંદીએ ટવીટર પર મેર્કલ દ્વારા શરણાર્થીઓ માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રસંસા કરી હતી. મર્કલે ગુરૂવારથી બે દિવસથી ભારત યાત્રા પર છે.


Loading...
Advertisement