મહિલાઓને અલગ મેનુ આપતી પેરુની રેસ્ટોરાંને 44 લાખ રૂપિયાનો દંડ

01 November 2019 12:59 PM
Woman World
  • મહિલાઓને અલગ મેનુ આપતી પેરુની રેસ્ટોરાંને 44 લાખ રૂપિયાનો દંડ

દક્ષિણ અમેરીકા: પેરૂ દેશમાં લા રોસા નોટીકા નામની એક રેસ્ટોરાનાં મહિલાઓ સાથે ભેદભાવભર્યું વર્તન કરવા બદલ 62,000 ડોલર એટલે કે લગભગ 44 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રેસ્ટોરામાં પુરૂષો સાથે ડિનર કરવા આવનાર મહિલાઓને પુરૂષો કરતા અલગ ગોલ્ડન કલરનું મેન્યુ કાર્ડ આપવામાં આવતુ હતું. જેમાં ડીશની કિંમત છાપવામાં આવી નહોતી, જયારે પુરૂષોને બ્લુ કલરની ડીશ અને એની કિંમત સાથેનું મેન્યુ કાર્ડ આપવામાં આવતું હતું.
હોટેલ માલિકોએ પોતાની આ પ્રણાલીનો બચાવ કરતા કહ્યું હતું કે મહિલાઓ ડીશની કિંમતની ચિંતા કર્યા વિના રોમેન્ટીક ડીનરનો આનંદ માણી શકે તે માટે અમે આ પ્રથાને અનુસરતા હતા.
જોકે પેરૂના અધિકારીઓએ તેમની કેફીયત નામંજુર કરીને દંડ કરવા ઉપરાંત હવે પછી બધાને એક સરખુ મેન્યુ કાર્ડ આપવાનો આદેશ આપ્યો છે.


Loading...
Advertisement