5 નવેમ્બરના રોજ દ્વારકા થી નવી દિલ્લી વચ્ચે સ્પેશ્યલ ટ્રેન

25 October 2019 02:06 PM
Jamnagar India Travel
  • 5 નવેમ્બરના રોજ દ્વારકા થી નવી દિલ્લી વચ્ચે સ્પેશ્યલ ટ્રેન

દ્વારકા\ નવી દિલ્હી : રેલવે વહીવટી તંત્ર દ્વારા તહેવારો દરમિયાન પ્રવાસીઓની ભીડ તથા તેમની સુવિધાને લક્ષમાં રાખીને 4 નવેમ્બર 2019ના રોજ નવી દિલ્લી થી તથા 05 નવેમ્બર 2019ના રોજ દ્વારકા થી સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે.

આ મુજબ ટ્રેન નં. 04028 નવી દિલ્લી-દ્વારકા સ્પેશ્યલ તા. 4 નવેમ્બર 2019ના રોજ સવારે 10.40 કલાકે નવી દિલ્લી થી ઉપડીને બીજા દિવસે 11.25 કલાકે રાજકોટ તથા સાંજે 16.10 કલાકે દ્વારકા પહોંચશે. પરત ફરતા ટ્રેન નં. 04027 દ્વારકા-નવી દિલ્લી સ્પેશ્યલ તા. 05 નવેમ્બર 2019ના રોજ રાત્રે 20.00 કલાકે દ્વારકા થી ઉપડીને 23.30 કલાકે રાજકોટ તથા ત્રીજા દિવસે રાત્રે 01.25 કલાકે નવી દિલ્લી પહોંચશે. માર્ગમાં બંને તરફ આ ટ્રેન રેવાડી, ચુરુ, રતનગઢ, ડેગાના, જોધપુર, લુણી, જાલોર, ભિલડી, પાટણ, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા તથા જામનગર સ્ટેશનો ખાતે રોકાશે.

આ વિશેષ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સામાન્ય વર્ગ સહિત કુલ 21 કોચ રહેશે.આ વિશેષ ટ્રેનનું પ્રવાસી રીઝર્વેશન બધા કોમ્પ્યુટરાઈઝડ પ્રવાસી રીઝર્વેશન કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી તા28ઓક્ટોબર 2019ના રોજ શરૂ થશે.


Loading...
Advertisement