રાજકોટમાં 46 કરોડથી વધુનું કોભાંડ આચરનાર 6ની ધરપકડ

25 October 2019 01:04 PM
Rajkot Crime Gujarat Saurashtra
  • રાજકોટમાં 46 કરોડથી વધુનું કોભાંડ આચરનાર 6ની ધરપકડ

શહેરમાં ઓનલાઈન કરન્સી છેતરપિંડીની ધટનાનો પોલીસે કર્યો પર્દાફાસ

રાજકોટ: શહેરમાં દિનપ્રતિદિન ચોરી, લૂંટ-ફાટની ઘટનાઓએ વેગ પકડ્યો છે ત્યારે શહેરમાં દિવાળી તહેવાર નજીક આવતા ઓનલાઈન કરન્સી છેતરપિંડીની ધટના સામે આવતા ભારે ચકચાર મચી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની સાઈબરસેલે પર્દાફાસ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ટુકડીએ EBT કોઈન નામની વેબસાઈટ લોન્ચ કરી હતી. જેમાં લોકોને નાણા રોકાણ કરાવ્યું હતું, સમય જતા આ વેબસાઈટ બંધ કરી લોકોના નાણાની ઉઠાંતરી કરી હતી. જે બાદ પાવર બેટ પાવર યાત્રાના કોઈનની છેતરપિંડી કરી હતી. મહત્વનું છે કે, તપાસમાં પોલીસે આ છેતરપિંડીનો આંક હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરી છે.


Loading...
Advertisement