ઓખા મરીનની પેટ્રોલીંગ બોટ એક માસથી બંધ : દરિયાઇ સુરક્ષા ભગવાન ભરોસે

22 October 2019 08:11 PM
Jamnagar Saurashtra
  • ઓખા મરીનની પેટ્રોલીંગ બોટ એક માસથી બંધ : દરિયાઇ સુરક્ષા ભગવાન ભરોસે

દ્વારકા પંથકનો દરીયો હરહંમેશ સંવેદનશીલ રહ્યો છે. પછી 1965 નો હુમલો હોય કે 1971 ની લડાઇ કે પછી 26/11 નો હુમલો. દર વખતે દ્વારકા ની દરિયાઇ પટ્ટીનો ઉપયોગ થયો છે. જેથી દેશની તમામ સુરક્ષા એજન્સી ઓ અહી કાર્યરત છે. અને દરીયાની સુરક્ષા પર ચાંપતી નજર રહે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી દરિયામાં મરીન પોલીસનું પેટ્રોલીંગ બંધ કરી દેવાયું છે. એક તરફ માછીમારી સીઝન ધમધોકાર ચાલી રહી છે. ત્યાંરે કોઇ અજાણી બોટ દેશ ની સરહદમાં ધુસી ન આવે તે માટે સતર્કતા ખુબ જરૂરી બને છે. ત્યારે પેટ્રોલીંગ બોટ બંધ કરાતા, આવા દેશદ્રોહીઓને મોકળુ મેદાન મલી શકે.
પેટ્રોલીંગ બોટ બંધ થવાનું એકમાત્ર કારણ ક્રુ મેમ્બર નો કોન્ટ્રાક્ટ પુરો થવો. આ પેટ્રોલીંગ બોટ માટે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેની અવધી પુરી થતા, બોટ બંધ કરવામાં આવી છે. અને કોન્ટ્રાક્ટ રીન્યુઅલ થતા ફરી ચાલુ કરી દેવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ ગૃહખાતા દ્વારા રીન્યુઅલ કરવાંમાં આવે છે.


Loading...
Advertisement