રાજ્ય કેબીનેટ બેઠક ગુરુવારે: તા.31 ઓકટો.ની તૈયારીની ચર્ચા થશે

22 October 2019 06:04 PM
Gujarat Politics
  • રાજ્ય કેબીનેટ બેઠક ગુરુવારે: તા.31 ઓકટો.ની તૈયારીની ચર્ચા થશે

પેટાચૂંટણી પરિણામોની પણ ચર્ચા થશે

ગાંધીનગર તા.22
રાજય સરકારના મંત્રી મંડળની કેબિનેટ બેઠક ગુરુવારે મળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસ અને પેટા ચૂંટણીના પરિણામોની ચર્ચા થશે. કારણ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઉઝબેકિસ્તાન ના પાંચ દિવસના પ્રવાસના કારણે આ બેઠક ગુરુવારે મળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિજયભાઈ રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસ થી બુધવારે મોડી રાત્રે ગુજરાત પરત ફરશે અને બીજા દિવસની એટલે કે ગુરુવારે પ્રધાનોની કેબિનેટ બેઠક લેશે તેમ જાણવા મળ્યું છે.


ગુરુવારે મળી રહેલી કેબિનેટ બેઠકમાં 31મી ઓક્ટોબર ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ના આયોજિત કાર્યક્રમ માં નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત હોવાથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમીક્ષા કરશે .તો બીજી તરફ ગુરુવારે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે તેની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં થશે તેમાં મનાઇ રહ્યું છે.આ ઉપરાંત મગફળીનું રજીસ્ટ્રેશન ,ટેકા ના ભાવ ની ખરીદી, ડેન્ગ્યુ અને વિવિધ વાઈરલ ફીવર અંગે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ તેમજ રોગચારો ડામવા આરોગ્ય વિભાગે કરેલી કવાયત નો વિશેષ રિપોર્ટ ની ચર્ચા બેઠકમાં કરવામાં આવશે .સાથે સાથે પીયુસી અને હેલ્મેટ ના કાયદાના મહત્વના મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પરામર્શ કરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે.


Loading...
Advertisement