ઈન્કમટેકસ ડિફોલ્ટ કેસોમાં હવે સીબીઆઈ, ED પણ તપાસ કરશે

22 October 2019 03:44 PM
Hindi
  • ઈન્કમટેકસ ડિફોલ્ટ કેસોમાં હવે સીબીઆઈ, ED પણ તપાસ કરશે

ડેટા એનાલિટિકસનો ઉપયોગ કરી ત્રણેય એજન્સીઓ હવે અપરાધની જડ સુધી પહોંચશે:જુદી જુદી તપાસ સંસ્થાઓ હવે સંકલન સાધી કામ કરશે: એચડીઆઈએલ-પીએમસીની સાંઠગાંઠ આ કારણે જ બહાર આવી

નવી દિલ્હી તા.22
આવકવેરો ભરવામાં નિષ્ફળ જનારા સામે હવે ત્રેવડી મુશ્કેલી ઉભી થો. આવકવેરા વિભાગ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને સીબીઆઈ પણ એકબીજા સાથે સંકલન સાધી અને ડેટા એનાલીટીકસની તાકાતનો ઉપયોગ કરી ડિફોસ્ટિંગના કિસ્સાઓના મૂળમાં જશે.સૂત્રોના જણાવ્યા મુજબ આ પાછળનો હેતુ ટેકસ કેસો પાછળ છુપાયેલા મોટા અપરાધ શોધવાનો છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલમાં આવા કિસ્સામાં મૂળ સુધી કોઈ એજન્સી જતી નથી, અને એથી કેટલાક લોકો સહેલાયથી છટકી જાય છે. આવકવેરા કાયદાના ભંગના કેસોમાં લોકો 20% પેનલ્ટી ભરી છટકી જાય છે, અને એથી આવકવેરા કાયદાના ભંગ પાછળના રહસ્યો છતા નથી, પણ હવે એવું નહીં રહે.


અધિકારીઓના જણાવ્યા મુજબ બન્ને એજન્સીઓ અને ટેકસ વિભાગ તાજેતરના મહિનાઓમાં ડેટા એનાલીટીકસ અને પરસ્પર સરકારના કારણે નાણાકીય સ્વરૂપના અપરાધો શોધી કાઢી ત્વરીત કાર્યવાહી કરવામાં સફળ રહ્યા હતા.
હાઉસીંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ (એચડીઆઈએલ) તાજેતરનો આવો એક કેસ છે, જેમાં ડેટા એનાલીટીકસએ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને ઈડી આરોપીઓસામે અસરકારક કાર્યવાહી કરી શકી હતી. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટીવ (પીએમસી) બેંકન સંડોવતા ફ્રોડ પ્રકરણમાં એજન્સીઓએ ઉંડાણમાંથી તપાસ કરી હતી. પીએમસી બેંકે નાદાર થયેલી રિઅલ એસ્ટેટ કંપની એચડીઆઈએલને આપેલી લોન છૂપાવવા 21,000 બનાવટી ખાતા ઉભા કર્યા હતા. રિઝર્વ બેંકે ગત મહિને પીએમસી બેંકનું કામકાજ સંભાળી હતી.


વિડ્રોઅલ પર નિમંત્રણ મુકવા સાથે ફોરેન્સીક ઓડીટ શરૂ કર્યું હતું. એચડીઆઈએલ અને ડિરેકટરો રાકેશકુમાર વાઢવાન અને સારંગ વાઢવાન આ ફ્રોડ કેસના આરોપીઓ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીર્ઓ પોતાની મુનસફી મુજબ પોતાની રીતે તપાસ કરે એ દિવસો પુરા થયા છે, હવે બધ એજન્સીઓ એકબીજાને માહિતી આપે છે.રેવન્યુ ડિપાર્ટમેન્ટ પ્રામાણિક કરદાતાઓ પર અનુપાસનનો બોજ ઘટાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, પણ સાથોસાથ વિલફુલ ડિફોલ્ટર્સને પકડી પાડવા આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ કારણે છેલ્લા 10 દિવસમાં આઈટી વિભાગે કરચોરીના અર્ધો ડઝન જેટલા ગંભીર કેસો શોધી કાઢયા છે.


શુક્રવારે આઈટી વિભાગે હૈદ્રાબાદના એક જાણીતા જૂથના સ્થળોએ તપાસ કરીહતી. આ જૂથ ઈન્ફ્રાસ્ટ્રકચર, સીંચાઈ, હાઈડ્રોકાર્બન અનેવીજક્ષેત્રમાં હિત ધરાવે છે. બોગસ ખર્ચાના કેટાય વ્યવહારોના અને ખરીદીની વધુ રકમ બતાવી હોવાના પુરાવા સાથે વિભાગે શોધી કાઢયું હતું કે આ જૂથ હવાલા ચેનલો મારફતે ગેરકાયદે ચૂકવણીમાં સંડોવાયેલું હતું.દેખીતી રીતે જ ડેટા ઈડી અને સીબીઆઈ જેવી એજન્સી માટે હાથવગા રહેશે.અધિકારીઓના જણાવ્યા મુજબ ટેરર ફંડીંગ, નશીલા પદાર્થોની દાણચોરી અને લોન્ડરીંગ જેવા ગંભીર અપરાધો શોધવા ડેટા એનાલીટીકસનો ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય લોકો દ્વારા ટેકસ સંબંધી બાબતોમાં મામુલી ભુલચૂકના કેસોમાં ડેટા એનાલીટીકસનો ઉપયોગ નહીં કરાય.


ડોકયુમેન્ટેશન આઈડેન્ટીફીકેશન નંબર (ડીઆઈએન) સિસ્ટમ 1 ઓકટોબરથી લાગુ કરાઈ છે. આઈટી સંબંધી કોઈપણ કોમ્યુનીકેશનમાં હવે ડીઆઈએન હશે. ડીઆઈએન વગરનું કોમ્યુનિકેશન બિનઅધિકૃત ગણાશે. આ ઉપરાંત સરકારે પારદર્શિતા અને વધુ કાર્યક્ષમતા માટે ફેલસેલ ઈ-એસેસમેન્ટ સિસ્ટમ દાખલ કરી છે.


Loading...
Advertisement