રેવન્યુના ભ્રષ્ટાચાર પર લગામ : આંતર જિલ્લા ફેસલેસ ચકાસણીથી શંકાસ્પદ કેસોમાં થશે કાર્યવાહી

22 October 2019 02:15 PM
Rajkot Gujarat
  • રેવન્યુના ભ્રષ્ટાચાર પર લગામ : આંતર જિલ્લા  ફેસલેસ ચકાસણીથી શંકાસ્પદ કેસોમાં થશે કાર્યવાહી

મુખ્યમંત્રી રૂપાણી-રેવન્યુ સચિવ પંકજકુમારનો માસ્ટર સ્ટ્રોક : મામલતદાર-પ્રાંત-કલેકટરના કેસોમાં બીજા જિલ્લાના અધિકારીઓ કરશે સેમ્પલ તપાસ : ફેસલેસ તપાસમાં કોઇપણ જિલ્લાના અધિકારી કોઇપણ અન્ય જિલ્લાના અધિકારીઓની ફાઇલમાં ચકાસણી કરી શકશે : દિવાળી બાદ અમલ થવાનો સંભવ

રાજકોટ તા.22
ગુજરાત રાજયના મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તેવું ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અગાઉ કરેલ વિધાનબાદ ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ હવે ભ્રષ્ટાચારને નાથવા અને લગામ કસવા મુખ્યમંત્રી રૂપાણી અને રેવન્યુ સચિવ પંકજકુમાર મેદાને પડયા છે. રેવન્યુના ભ્રષ્ટાચારને ઝડમૂળમાંથી ઉખાડી ફેંકવા રાજય સરકાર એક જબરદસ્ત નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં જે તે જિલ્લાના મામલતદાર-પ્રાંત અધિકારી કે પછી જિલ્લા કલેકટરે કરેલ નિર્ણયો-અભિપ્રાય અપીલના કેસોના ચૂકાદાઓ અન્ય કોઇપણ જિલ્લાના અધિકારીઓ ફેસલેસ રેન્ડ મળી તપાસ કરી શકાશે. શુઘ્ધ બુઘ્ઘ્પિૂર્વક પરંતુ નાણા ખંખરેવાના હેતુથી કરાયેલ નિર્ણય-અપાયેલા ઠરાવો સરકારના હિતની વિરૂઘ્ધ છે કે કેમ? ઉપરાંત કાયદાને સુસંગત છે કે કેમ? તે સહિતના વિવિધ મુદાઓની ફેસલેસ ચકાસણી કરી શકશે તેવો નિર્ણય લેવા જઇ રહી છે જેની અમલવારી દિવાળી તહેવારો બાદ કરવામાં આવે તેવું ટોચના ગાંધીનગરના વિશ્ર્વસનીય સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગુજરાત રાજયના મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા મુખ્યમંત્રીના વિધાન બાદ ચર્ચાઓ ઉઠી હતી. સરકાર રેવન્યુના ભ્રષ્ટાચાર ખતમ કરવા, લાગમ કસવા હરકતમાં આવી છે. રેવન્યુ સચિવ પંકજકુમાર કાયદાના અભ્યાસુ છે. મુખ્યમંત્રી ખુદ પારદર્શક-ભ્રષ્ટાચાર વગરનો વહિવટ આપવા, લોકોના ધક્કા, હાડમારી નિવારવા કટીબઘ્ધ છે ત્યારે રેવન્યુ સચિવ પંકજકુમાર હવે દિવાળી બાદ એક જબરદસ્ત નિર્ણય લેવા જઇ રહ્યા છે. જેમાં જે તે તાલુકા મામલતદાર, નાયબ કલેકટર, જિલ્લા કલેકટરોએ અપીલ, તકરારી કેસોમાં આપેલા ચૂકાદાઓ, જુદા-જુદા પ્રકરણોના અભિપ્રાયો, અહેવાલો, ભલામણ કરેલા છે અથવા કર્યા છે તેવા અમુક શંકાસ્પદ મનાતા પ્રકરણોની ફાઇલોની તપાસ અન્ય જિલ્લાના અધિકારીઓ કરી શકશે. અન્ય જિલ્લાના અધિકારીઓ કરી શકશે. અન્ય જિલ્લાના અધિકારીઓ રેન્ડમલી ફાઇલો કે જે હવે ઓનલાઇન થઇ છે. તેવી ફાઇલો કાઢો તેની ચકાસણી કરી શકશે અને પોતાનો અભિપ્રાય સરકાર સમક્ષ આવશે. સરકાર આવી તપાસમાં કોઇ અધિકારીએ ગેરરીતિ આચરી છે. તેવા અભિપ્રાય પર આવશે તો આવા કર્મચારી-અધિકારીનું આવી બનશે અને ખાતાકીય કાર્યવહી, ઇજાફા-પ્રમોશન અટકાવવા, સસ્પેન્ડ-નોકરી સમાપ્ત સહિતના પગલાઓ લેશે.
દરમ્યાન અન્ય જિલ્લાના અધિકારીઓ બીજા જિલ્લાના કેસોની તપાસમાં ફેસલેસ કરશે. કઇ વ્યકિતનું પ્રકરણ છે? કોની ભલામણ છે? પાછળ કોણ છે? તે વિષયથી અજ્ઞાત અન્ય જિલ્લાના અધિકારી આવા શંકાસ્પદ કેસોની ઉંડી તપાસ કરશે. પુરાવાઓ, નોંધોની વિગતો મેળવશે. થયેલા ઠરાવો, અભિપ્રાયો, હુકમો રેવન્યુ કાયદાથી સુસંગત છે કે કેમ? તેની ઝીણવટભરી તપાસ કરી અહેવાલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે હવે તમામ પ્રકરણો-કેસો-તમામ જિલ્લાઓને ઓનલાઇન કરવા સૂચના આપી છે. આ અંતર્ગત આવી તપાસ કરાય અને દિવાળી બાદ અમલ થાય તેવું મનાય છે.


Loading...
Advertisement