માંગરોળનો યુવાન ખતરનાક જી.બી.એસ.ની ઝપટમાં!

22 October 2019 12:35 PM
Junagadh Saurashtra
  • માંગરોળનો યુવાન ખતરનાક જી.બી.એસ.ની ઝપટમાં!

લાખોમાં એક વ્યકિતને થતા વાયરસનો હજુ કોઈ ઈલાજ શોધાયો નથી: યુવક અમદાવાદમાં વેન્ટીલેટર ઉપર

જુનાગઢ તા.22
માંગરોળના યુવાનને અતી ખતરનાક જીબીએસ વાયરસનો ચેપ લાગતા તેને સારવારનો ચેપ લાગતા તેને સારવાર માટે અમદાવાદની વાડીલાલ હોસ્પિટલ એડમીટ કરાયો છે જયાં હાલ તે વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળેલ છે. તેમણે રાજકોટ કરાયેલ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
અતી ખતરનામ ગણાતા જીબીએસ વાયરસનો હજુ સુધી કોઈ ઈલાજ દવા શોધાઈ નથી. જાન્યુઆરી 2018માં એક માસમાં આ વાયરસના કારણે 3 દર્દીઓના મોત નોંધાયા હતા. તેને દેશીભાષામાં નશનો લકવા ગણાતો ગલીયન બારે સીન્ડ્રોમ નામનો આ વાયરસ શરીરમાં દાખલ થયાના એક મહિના સુધી દર્દીને કોઈ ખ્યાલ આવતો નથી બાદ શરીરમાં સામાન્ય દુ:ખાવો થવા લાગે છે સાથે પેલેલીસીસના સામાન્ય ઝટકા બાદ આખા શરીરમાં ફેલાઈ જાય છે. ફેફસામાં તે પ્રસરી ગયા બાદ રીકવરી કરવી મુશ્કેલ થઈ જાય છે. આ વાયરસથી શ્ર્વેતકણોનો નાશ કરે છે. શરીરના તમામ અવયવો ફેઈલ થઈ જાય છે. જીબીએસના લક્ષણો: પ્રથમ દર્દીને હાથ પગ સુન્ન થવા લાગે છે. તથા દુ:ખાવો થવા લાગે છે. બાદ લકવાગ્રસ્ત બનાવી દે છે. ખાલી ચડવી અશકિત આવવી શરીરના ઉપરના ભાગે વધુ અસર કરે છે. દર્દીને શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયામાં તકલીફ પડે છે. વેન્ટીલેટર પર રાખવા પડે છે. તેનો પગ પેસારો શ્ર્વાસોશ્ર્વાસ અથવા જઠરથી થાય છે. સારવાર જીબીએસ વાયરસની અસર થતા દર્દીના શરીરમાંથી લોહી મશીનથી જુનુ લોહી કાઢ નવું ચડાવાય છે.
વાયરસથી બચવા માટે પ્લેઝમાં ફેરેસિસ અને ઈન્યુનો ગલોબીન યુકત ખોરાક આપવો પડે છે. વર્ષ 2017માં ઈમ્યુનોગ્લોબિન ચેક ઈન્જેકશન રૂા.8 હજારમાં મળતુ હતું. વર્ષ 2018માં ગુજરાતની 18 વર્ષની મહિલા ફૂટબોલ ખેલાડી માનસી વખારીયાનું આ રોગથી મૃત્યુ નોંધાયુ હતું. તે એક અઠવાડીયા સુધી કોમામાં રહી હતી. તેના બ્લડ પ્રેશરનો ઘટાડો થવા લાગ્યો હતો. સુરેન્દ્રનગરના યુવાનનું પણ તેના લીધે અમદાવાદ ખાતે મોત નોંધાયુ હતું. વર્ષ 2016માં આણંદની ખાનગી હોસ્પીટલમાં ઉમરેડ પંથકના દેવરામપરા, બેચરી સહિતના ગામોના 1 બાળક સહિત જીબીએસના 5 કેસ નોંધાયા હતા.


Loading...
Advertisement