વેરાવળના યુવકનું માળીયાનાં જુથળ ગામનાં પાટીયા પાસે અપહરણ

22 October 2019 11:59 AM
Junagadh
  • વેરાવળના યુવકનું માળીયાનાં જુથળ ગામનાં પાટીયા પાસે અપહરણ

13 સામે ગુનો નોંધાયો: પોલીસે તપાસ શરૂ કરી: એક ઝડપાયો

જુનાગઢ તા.22
વેરાવળ ખાતે રહેતા આધેડનું ગત તા.16/10ની રાત્રીના તેની કાર રોકાવી જુથળ ગામના પાટીયા પાસેથી આરોપીઓ તેની કારમાં અપહરણ કરી બીજા દિવસની સવાર સુધી ગોંધી રાખી આરોપીઓના નીકળતા રૂપીયા વસુલવા ફોન કરાવી રૂપીયા નહીં આપે તો જાનથી પતાવી દઈશું તેવી ધમકી આપી ઢોર માર માર્યાની ફરીયાદ ગઈકાલે માળીયા પોલીસમાં નોંધાતા એક આરોપીને ગત મોડી રાત્રીના માળીયા પીએસઆઈ એન.કે. વીંજુડાએ દબોચી લીધો છે. જયારે અન્ય બે ઉપરાંત આઠથી દસ શખ્સોને પકડી લેવા જાળ બીછાવી છે.
આ અંગેની વિગત મુજબ વેરાવળ ડાભોર રોડ દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા જનકભાઈ સોમૈયા (ઉ.55) ગત તા.16ની રાત્રીના પોતાની કારમાં જુનાગઢથી વેરાવળ જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના પોણાબારના સુમારે અગાઉથી કાવત્રુ રચી ગે.કા. મંડળી રચી આરોપીઓ સતીષ સીંધવ, કાળુ સીંધવ, કુલદીપ અશોક સીંધલ ઉપરાંત આઠથી દસ અજાણ્યા શખ્સોએ જુથળ ગામના પાટીયા પાસે ગાડી રોકાવી ફરીયાદી જનકભાઈ પ્રાણજીવનભાઈ સોમૈયા અને તેમની સાથેના એક શખ્સને કારમાંથી બળજબરી પૂર્વક નીચે ઉતારી બહાર ખેંચી આરોપીઓએ તેમની કારમાં બેસાડી અપહરણ કરી અવાવરૂ જગ્યામાં લઈ ગયા હતા.
આ અપહરણ કર્તાઓ પોતાના રૂપિયા હર્ષલભાઈ રાજા રે. વેરાવળ વાળા પાસે નીકળતા હોય તેવુ કહી તે રૂપિયા કઢાવવા માટે બળજબરી કરી રૂપિયા મંગાવી આપવા ફોન કરાવી રૂપિયા આપવામાં નહીં આવે તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ઢોર માર મારી આખીરાત ગોંધી રાખેલ. આ અંગેની માળક્ષયા પોલીસમાં ફરીયાદ પાંચ દિવસ બાદ ગઈકાલે નોંધાવતા માળીયા પીએસઆઈ એન.કે. વીંજુડાએ ગત મોડી રાત્રીના ગળોદર ગામે ત્રાટકી આરોપી કાળુ સીંધવને દબોચી લીધો છે.
અન્ય આરોપીઓ સતીષ સંધવ કુલદીપ અશોક સીંધલ ઉપરાંત આઠથી દસ શખ્સો રે. તમામ ગળોદર વાળાઓને ઝડપી લેવા પીએસઆઈ વીંઝુડા અને સ્ટાફે ચોતરફ કોમ્બીંગ હાથ ધર્યુ છે.


Loading...
Advertisement