લફરાથી દૂર જ રહેજો: ગાંધીનગરમાં ‘બાબુ’ ઓને સલાહ આપવાનું મુલત્વી?

21 October 2019 07:44 PM
Ahmedabad Gujarat
  • લફરાથી દૂર જ રહેજો: ગાંધીનગરમાં ‘બાબુ’ ઓને સલાહ આપવાનું મુલત્વી?

દહિયા પ્રકરણમાંથી ‘ઘડો’ લેવા આયોજન હતું

ગાંધીનગર તા.21
આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના પ્રકરણ પછી મુખ્ય સચિવ જે.એન.સિંહે તમામ વિભાગોમાં અને સચિવાલયની મોડી પ્રશાસનના નીચલા સ્તર સુધી લૈંગિક મામલે સમજણ કાર્યક્રમ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો, પણ કોઈ કારરોસર આ આઈડીયા હવે પડતો મુકાયો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જેન્ડર સેન્સીટાઈઝેશન કાર્યક્રમ પ્રસ્તુત અનેજરૂરી હતો, આ કાર્યક્રમ પડતો મુકાયો એ કમનસીબ છે. તેમના જણાવ્યા મુજબ દહિયા પ્રકરણથી સરકારને ભારે મુંઝવણનો સામનો કરવો પડયો હતો.
શાહની અગાઉની ચેમ્બરમાં ઝા
ગૃહ વિભાગના સચિવ વૃજેશ ઝાને નવી કેબીન મળી છે, અને ગાંધીનગરના સતાના ગલિયારામાં એની જોરશોરથી ચર્ચા થઈરહી છે. તેમની હાલની ચેમ્બરમાં અગાઉ ગુજરાતના પુર્વ ગૃહપ્રધાન અને હાલના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ બોલતા હતા. આ ચેમ્બર ઘરા વખતથી ખાલી હતી. સચિવાલયમાં આ ચેમ્બર બાબતે બાબુઓ જાતજાતની ચર્ચા કરી રહ્યા છે.
ગુપ્તા કેવડીયા પ્રોજેકટ પર દિવસ-રાત એક કરી રહ્યા છે
વન અને પર્યાવરણ વિભાગના વધારાના સચિવ રાજીવ ગુપ્તા સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડના એમડક્ષ પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (એલઓયુ) સાઈટને વર્લ્ડ કલાસ ટુરીસ્ટ ડેસ્ટીનેશન બનાવવા તે મહિનાઓથી કેવડીયામાં ધામા રાખી રહ્યા છે. એસઓયુની પ્રથમ વર્ષગાંઠ પહેલા 30 પ્રોજેકટ પુરા કરવા વડાપ્રધાને તેમને કપરી જવાબદારી સોંપી છે.
આ વર્ષે 110 દિવસ ચોમાસુ ચાલ્યુ હોવા છતાં ગુપ્તા પ્રોજેકટ પુરા કરવાના માર્ગે છે, અને 31 ઓકટોબરે મોદી સાઈટની મુલાકાત કરશે. વડાપ્રધાન કેવડીયા ખાતે 31 ઓકટોબરે આ પ્રોજેકટનું લોકાર્પણ કરશે.
ખેડા કલેકટરની પોસ્ટ માટે લોબીઈંગ
ખેડાના કલેકટર સુધીર પયેલ ચાલુ મહિનામાં રિટાયર થઈ રહ્યા છે. કલેકટર બનવાની તક નહીં મળેલા અધિકારીઓ આ પદ માટે લોબીઈંગ કરી રહ્યા છે. સરકાર નવેમ્બરના પ્રથમ વીકમાં બદલીનો નવો ઘાણવો કાઢે તેવી શકયતા છે.
મોટી નાણાકીય ગેરરીતિ પકડતા રાકેશ
પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ એ.કે.રાકેશે રાજય સરકારની વિલેજ સોલાર પાવર ઈલેકટ્રીફીકેશન સ્કીમમાં મોટી નાણાકીય ગેરરીતિ શોધી કાઢી છે, અને છીંડા બુરવા પ્રયાસ કરી રહ્યા છે. સૌર ઉર્જા ટેકનોલોજી અને વીજ દરમાં નોંધપાત્ર ઘટાડાછતાં, રાજય સરકાર દસકા જૂના ભાવે તગડી ગ્રાન્ટ આપી રહી છે. રાકેશે સરકારને આવી સ્કીમોનાં નાણાનો વ્યય અટકાવવા વિનંતી કરી છે.


Loading...
Advertisement