ગીર-સોમનાથ જિલ્લામાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી અવસરે ખાસ પરેડ-સલામી

21 October 2019 05:36 PM
Junagadh
  • ગીર-સોમનાથ જિલ્લામાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી અવસરે ખાસ પરેડ-સલામી

જિલ્લાના પોલીસોએ ઉત્સાહભેર લીધેલો ભાગ

વેરાવળ તા.ર1
ગીર સોમનાથ જિલ્લા પોલીસ આજે તા.ર1 ઓક્ટોબરે પોલીસ સંભારણા દિવસ મનાવેલ છે. રાષ્ટ્ર-રાજ્યમાં પોતાની ફરજો બજાવતાં વીરગતિને પામેલા શહિદ પોલીસ જવાનોને ખાસ પરેડ યોજી સલામી શ્રધ્ધાંજલી આપેલ છે.
તા.21 ઓક્ટોબર સમગ્ર દેશમાં પોલીસ સંભારણા દિવસ યાદગીરી રૂપે યોજાય છે જેના અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ એકમ પોલીસ એમ.ટી.ગાઉન્ટ ઉપર આજે સવારના સાડા છ કલાકે વાગ્યે ખાસ શ્રધ્ધાંજલી પરેડનું આયોજન કરાયેલ હતું. આ પરેડમાં તા.1 સપ્ટેમ્બર થી તા.31 ઓગસ્ટના એક વર્ષ દરમ્યાન જે પોલીસ અધિકારી, કર્મચારીઓનું ફરજના કારણે તથા હિંસક બનાવો, ધરતીકંપ, હોનારત જેવા કારણોસર ફરજ ઉપર મૃત્યુ થયેલ હોય તેમની યાદ રૂપે પોલીસ સંભારણા દિવસ મનાવેલ છે.
સમગ્ર દેશના પ્રત્યેક જીલ્લા મથકે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીલ્લા પોલીસવડા તથા અન્ય સીનીયર અધિકારીઓ, પોલીસ જવાનો ઉપસ્થિત રહી સમગ્ર દેશ માટે નિયત કરાયેલી સ્પીચનું વાંચન કરી આજ કે દિન ભારત કે જીન પોલીસ ભાઇઓને અપને પ્રાણ સેવા મેં અર્પણ કીયે ઉનકી યાદમે મેં શોક પ્રગટ કરતા હું ઔર જીન પોલીસ ભાઇઓને ર019 મે અપના બલિદાન દીયા હૈ ઉનકે નામ મેં આપકો સામને પઢકર સુનાતા હું.... આ મુજબની સ્પીચ વાંચન બાદ મળેલી યાદીમાંના નામો હોદો રાજ્ય પ્રદેશ સહિત તમામ નામોનું વાંચન કરવામાં આવેલ ત્યારબાદ જનરલ સેલ્યુટ અને બ્યુગલ વગાડી સાવધાન પોઝીશનમાં ઉભા રહી શહિદોને સલામી આપવામાં આવેલ હતી.
ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ જીલ્લા અધિક્ષક મહોબતસિંહ પરમાર, પોલીસ વિભાગની તમામ બ્રાન્ચોના અધિકારીઓ, જવાનો પોલીસ ડ્રેસ કોડમાં પરેડ સ્થળે ઉભા કરાયેલા શહિદ સ્મારકને સૌ પુષ્પાંજલી-શ્રધ્ધાંજલી સલામી અને બ્યુગલ લાસ્ટ પોષ્ટ ના શોકમય વાતાવરણમાં અમર જવાનોને બહાદુરી અને બલિદાનને સ્મરણાંજલી આપેલ છે.
પોલીસ સંભારણા દિવસ શું છે
ભારતની લડાખ સરહદ ઉપર 16000 ફુટની ઉંચાઇ એ આવેલ સ્થળે તા.ર1 ઓક્ટોબરે 19પ9 ના દિવસે ઘુસણખોરી કરનાર ચીની સૈનિકોને પેટ્રોલીંગ કરી રહેલા સબ ઇન્સ અને તેમની ટીમ ઉપર હુમલો કર્યો હતો અને આ ભીષણ જંગમાં દેશના 17 જેટલા પોલીસ જવાનોએ હથીયાર વગર સતત ચોવીસ કલાક સુધી ઘુસણખોરોને રોકી રાખીને બહાદુરી બતાવી હતી અને આ જંગમાં 10 જવાન શહીદ થયા હતા. આ શહિદ જવાનોના માનમાં ભારત સરકારે 1960 માં તા.21 ઓક્ટોબરને પોલીસે સંભારણા દિન જાહેર કર્યો હતો.


Loading...
Advertisement