અનુસ્નાતક કક્ષાની પરીક્ષાના પ્રથમ દિવસે યુનિવર્સિટી ખાતે જ કોપીકેસ કરવામાં આવ્યો

21 October 2019 05:34 PM
Junagadh
  • અનુસ્નાતક કક્ષાની પરીક્ષાના પ્રથમ દિવસે યુનિવર્સિટી ખાતે જ કોપીકેસ કરવામાં આવ્યો

પરીક્ષા સુધારણા સંદર્ભે કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદીનું આકરૂ અને દાખલારૂપ પગલું

જૂનાગઢ તા.21
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજરોજ યુનિવર્સિટી સહિત અલગ-અલગ 11 પરીક્ષા કેન્દ્રો ઉપર અનુસ્નાતક કક્ષાની અલગ-અલગ નવ કોર્ષની પરીક્ષાઓ શરૂ થઇ છે. ત્યારે પ્રથમ દિવસે યુનિવર્સિટી ખાતે જ એમઅસસી કેમેસ્ટ્રી-સેમેસ્ટર-1માં કોપી કેસ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં જ સમગ્ર અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં સૌ પ્રથમ કોપીકેસ કરીને પરીક્ષા સુધારણા સંદર્ભે કુલપતિ પ્રો.ડો.ચેતનભાઇ ત્રિવેદીએ આકરૂ અને દાખલારૂપ પગલુ ભર્યુ છે.
હજુ પણ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ન થાય અને હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી રીતે સમગ્ર પરીક્ષા દરમ્યાન ઓબ્ઝર્વર દ્વારા તથા સીસીટીવીના માઘ્યમથી પરીક્ષાનું મોનીટરીંગ કરવામાં આવશે તેવું પ્રો.ડો.ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું. આ શરૂ થયેલ અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં કુલ 4014 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી પ્રથમ દિવસે 103 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને એક કોપીકેસ થયો હતો.


Loading...
Advertisement