ગિર જંગલ આસપાસ માનવભક્ષી જાનવરોનો આતંક

21 October 2019 05:32 PM
Junagadh
  • ગિર જંગલ આસપાસ માનવભક્ષી જાનવરોનો આતંક

છ માસમાં નવ માનવો ખુંખાર દિપડાનાં શિકાર બન્યા: લોકોમાં ભય

જુનાગઢ તા.21
વિસાવદરના નાની પીંડાખાઈ ગામે શનીવારે ખુંખાર દિપડાએ એક વૃધ્ધને ફાડી ખાધાની ઘટના એ ચકચાર મચાવી છે. જંગલની આસપાસ 6 માસમાં માનવભક્ષી દિપડાએ નવ લોકોને શીગાર બનાવી મોતને ઘાટ ઉતારી દીધા છે.
જુનાગઢ ઉપરાંત અમરેલી ગીર સોમનાથ જીલ્લાની વિસ્તારમાં અગાઉ અમરેલી જીલ્લાના મુંજીયાસર ભાવરડી, સુડાવડમાં એક એક તથા મોણવેલમાં બે વ્યકિતને દિપડાએ ફાડી ખાધા હતા ઉપરાંત જુનાગઢ જીલ્લામાં વિસાવદરના હસનાપર, ભટવાવડી, કાંકચીયાળા, નાની પીંડાખાઈમાં એક એક વ્યકિતને ફાડી ખાતા હાકહાકાર મચી જવા પામ્યો છે.
માત્ર મોરીમાં દિપડાઓએ નવ જામવીનો ભોગ લીધો હતો. ઉપરાંત અનેકને ગંભીર ઈજા થતા મોતના મુખમાંથી રોજીંદાઆ બનાવોની ગંભીરતા લઈ વન વિભાગે પગલા લેવાની માંગ કરી છે.
વિસાવદર રેન્જમાં પકડાયેલા દિપડાઓને હવે આજીવન કેદ મળશે
વિસાવદરમાં વન વિભાગને શનીવારના લોકોએ ધોળે દિવસે તારા દેખાડી દીધા જેવો ઘાટ સર્જાયો હતો લોકોએ તમામ વાતો વન વિભાગને સંભળાવી હતી. ગીર પશ્ર્ચિમ ભાગના ડીસીએફ મીતલે વિસાવદર રેન્જમાં પકડાયેલ તમામ દીપડાઓને હવે આજીવન કારાવારસની ખાત્રી આપી હતી. માણવેલમાં બે લોકોને દીપડાએફાડી ખાધાના બનાવમાં હજુ વન વિભાગને પકડી શકયું નથી હુમલો થાય ભારે પાંજરૂ મુકાય તેમાં ગમે તે દીપડો પુરાય જાય એટલે કામગીરી પૂર્ણ થઈ જાય તેવું વન વિભાગ હજુ ત્રણથી ચાર દિવસ માનવભક્ષી દિપડાઓને વન વિભાગ પકડી શકયું નથી.
વૃધ્ધને ઘરમાં જ દિપડાએ ફાડી ખાધા
વિસાવદરના પીંડાખાઈ ગામે ઘરમાં સુઈ રહેલા વૃધ્ધને દીપડો કોળીયો કરી ગયાની ઘટના શનીવાર નોંધાઈ હતી. ત્યારે વન વિભાગ સામે પરિવારજનો ગ્રામ્યજનોએ ધારાસભ્ય રીબડીયા સહિતનાઓએ લાશ સંભાળવાનો ઈન્કાર કર્યો હતો. વિસાવદર રેન્જમાંથી પકડાયેલા દિપડાને નહીં છોડવામાં આવે તેની ખાત્રી બાદ જ લાશ સંભાળી હતી.
નાની પીડાખાઈના વાલાભાઈ માણંદભાઈ મારુ (ઉ.60) તેના ઘરમા સુતા હતા રાત્રીના 2ની આસપાસ 10 ફૂટની વંડી કુદીને દિપડો ઘરમાં ઘુસી આવ્યો હતો. ભરઉંઘમાં સુતેલા વાલાભાઈને ગળેથી પકડી 10 ફૂટ ફળીયામાં ઢસડી ગયો હતો. રાડોરોડ થતા પરિવાર જાગી જતા દિપડો વાલભાઈ ને છોડી ભાગી છુટયો હતો. પરંતુ વાલભાઈનું મોત નિપજયુ હતું. ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો.
ખેતરોમાં ધારમાં રસ્તામાં વન્ય પ્રાણીઓ દિપડા હુમલા કરે તેમાં વન વિભાગ ગંભીરતા કે ધ્યાન આપતું નથી. જયારે સ્વ બચાવમાં કોઈ દીપડા કે જંગલી પ્રાણી સામે પ્રતિકાર કરવા પોતાની પાસે બચાવે તો તેની સામે કલમો લગાડવામાં આવે છે અને જેલમાં ધકેલી દેવાયા છે માનવીની કીંમત કરતા દિપડાની કીંમત વધુ છે તેવો રોષ વ્યકત કર્યો હતો. બાદ લાશને વન વિભાગ પીંડાખાઈ ગામે મુકવા આવી હતી અને મામલો થાળે પડયો હતો.


Loading...
Advertisement