જૂનાગઢ કૃષિ યુનિ.ની વેટેનરી અને ફિશરીઝ કોલેજને કામધેનુ યુનિ.માં શમાવવા સામે વિરોધ

21 October 2019 05:29 PM
Junagadh
  • જૂનાગઢ કૃષિ યુનિ.ની વેટેનરી અને ફિશરીઝ કોલેજને કામધેનુ યુનિ.માં શમાવવા સામે વિરોધ

જુનાગઢ તા.21
જુનાગઢ કૃષિ યુનિ. હેઠળ કાર્યરત વેટેનરી તથા ફીશરીઝ કોલેજને કાબધેનુ યુસનિ.માં શમાવેશ સામે વિરોધ ઉઠવા પામ્યો છે. કૃષિ યુનિ. જુનાગડ હસ્તકની આ બન્ને કોલેજોના વિદ્યાર્થીઓને આ બાબતથી વધુ નુકશાન સહન કરવું પડશે. ઉપરાંત કોઈ કામો માટે ગાંધીનગર ખાતે ધકકા વધી જશે.
તાજેતરમાં મળેલી આ બેઠકમાં કૃષિ યુનિ. હેઠળ કાર્યરત વેટેનરી, અને ફીશરીઝ કોલેજને નવી બનેલી કામધેનુ યુનિ.મં શમાવેશ કરવાનો નિર્ણય કરાયો હતો અને આ પેરવી સામે વિરોધ ઉઠવા પામ્યો છે. આ બાબતથી બન્ને અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને બન્ને યુનિ. વચ્ચે પીસાવુ પડશે. દરેક કામની પ્રક્રિયા માટે ગાંધીનગર ધકકા ખાવા પડશે. આ પ્રક્રિયાના કારશે બન્ને કોલેજમાં પ્રવેશ પરીક્ષા અભ્યાસક્રમ ડીગ્રી સતિહની પ્રક્રિયા કામધેનુ યુની. કરશે. માત્ર કૃષિ યુનિમાં અભ્યાસ કેન્દ્ર સીમીત થઈ જશે જેથી વિદ્યાર્થીઓમાં વિરોધ સાથે રોષ ફેલાયો છે.
જુનાગઢ કૃષિ યુનિ.ની વેટેનરી કે ફીશરીઝની ડીગ્રી હોય તો યુનિ. સાવ નવી છે. આ યુની.ની ડીગ્રી બાદ પણ વિદ્યાર્થીઓને સહન કરવુ પડશે, આથી વિદ્યાર્થીઓના હીત ખાતર વેટેનરી અને ફીશરીઝ કોલેજને જુનાગઢ કૃષિ સાથે જ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement