જુનાગઢ જિલ્લામાં જુગારધામ પર દરોડા

21 October 2019 04:48 PM
Junagadh Crime Saurashtra
  • જુનાગઢ જિલ્લામાં જુગારધામ પર દરોડા

માણાવદરમાં મહિલા સંચાલિત જુગારધામમાંથી 7 મહિલા સહિત 20 ઝડપાયા

જુનાગઢ તા.21
માણાવદર પોલીસ સ્ટેશનથી 100 મીટર જ દુર મહિલા સંચાલિત જુગારધામ પર માણાવદર પોલીસે ત્રાટકી મકાન માલીક અમીનાબેન અસલમભાઈ કુરેશી રે. સરદારગઢ વાળી પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે રેડ કરતા મકાન માલીક અમીનાબેન અસલમ કુરેશી (ઉ.50) રમાબેન ભીખાજી પરમાર રે. માણાવદર હોસ્પિટલ કવાટર્સ, રેમતબેન રજાક દલ રે.સરદારપરા, અફસાનાબેન કાસમ પલેજા, નસીમાબેન બાબુ ધંધુકીયા રે. જેતપુર ચાંપરાજપુર, નસીમબેન યુસુફ લાસાણી, મરીયમબેન કાસમ પલેજાને રોકડ રૂા.35,670 સાથે દબોચી લીધા હતા.
બી ડીવીઝનના જોષીપરા આઘડનગરમાં જાહેરમાં જુગઠુ ખેલતા દીનેશ સહિત ચારને રૂા.2100 રોકડ સાથે ઝડપી લીધા હતા. એ ડીવીઝનના ધરારનગર ખાતે જાહેરમાં જુગાર ખેલતા પ્રવિણ ભગવાન બાબરીયા સહિત ચારને રોકડ 6700 મોબાઈલ-3 સહિત કુલ 8700 સાથે દબોચી લીધા હતા. જુનાગઢ દલિતપરા આંબેડકરનગરમાં અમીન હારૂન ચોપડા સહિત પાંચને જાહેરમાં જુગાર ખેલતા ઝડપી લઈ રૂા. 4,480ની રોકડ જપ્ત કરી હતી.
ચોરી
જુનાગઢ ટીંબાવાડી મધુરમ વિસ્તારમાં દિનદહાડે રહેણાક મકાનના તાળા તોડી રોકડ રૂા.30 હજારની ચોરી થયાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ મધુરમ સ્વપ્નલોક ટાઉનશીપ બ્લોક નં.7 આકાશગંગા વાળી શેરીમાં રહાતા અને સર્વિસ કરતા વિપુલભાઈ પ્રભુદાસભાઈ ચોટલીયા (ઉ.30) તા.18ના સવારે સાત કલાકે નોકરી પર ગયેલ હતા બાદ તા.19ના સવારે પરત ફરેલ ત્યારે કોઈ જાળભેદુએ ઘરનું લોક તોડી કબાટની તીજોરીનું લોક તોડી નાખી રૂા.30 હજારની રોકડ રકમની ચોરી થયાની ફરીયાદ સી ડીવીઝનમાં નોંધાવતા સી ડીવીઝન પીએસઆઈ જે.બી. કરમુરે સીસીટીવી કેમેરાના ફૂટેજ એફ્રએસએલ અને સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement