અગાઉના મનદુ:ખમાં પેરોલ પર છૂટેલા શખ્સે ભાજપ નગર સેવકના ભાઈને ધમકી આપી

21 October 2019 03:58 PM
Junagadh Crime
  • અગાઉના મનદુ:ખમાં પેરોલ પર છૂટેલા શખ્સે ભાજપ નગર સેવકના ભાઈને ધમકી આપી

કારમાં આવેલા ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ

જુનાગઢ તા.21
જુનાગઢના ગીરનાર દરવાજા ભવનાથ રોડ પર ચામુંડા મંદિરની બાજુમાં રહેતા રબારી બીજલભાઈ પુંજાભાઈ કટારાની ભવનાથ તળેટીમાં દતાત્રેય ચોકમાં આવેલી દુકાન આવેલ હોય બીજલભાઈના ભાઈ એભાભાઈ કટારા મહાનગરપાલીકામાં કોર્પોરેટર છે તેનાભાઈ કરમણ કટારાની 10 વર્ષ પહેલા અશ્ર્વિન કાઠીએ બીજલભાઈ કરમણભાઈની હત્યા કરી હતી. જેનો કેસ કોર્ટમાં ચાલતો હોય પાંચ દિવસ પહેલે અશ્ર્વિન કાઠી જેલમાંથી પેરોલ પરથી છુટયો હોય ત્યારે ગત શુક્રવારની રાત્રીના બીજલ કટારા તેમની દુકાને હતા ત્યારે કારમાં અશ્ર્વિન કાઠી ચાપરાજ જગુ કાઠી અને રાહુલ અશ્ર્વીન કાઠી દુકાને આવી બીજલભાઈને ગાળો ભાંડીને કહૈલ કે તું અને તારો ભાઈ એભાએ મારા વિરૂધ્ધ કેસ કરેલ છે તે પાછો ખેચી લેજો નહીંતર તને અને તારાભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી છુટયા હતા.
આ અંગે બીજલભાઈએ અશ્ર્વિન વલકુ કાઠી વિરૂધ્ધ ફરીયાદ ભવનાથ પોલીસમાં નોંધાવી છે. બીજલભાઈનો ભાઈ એભાભાઈ કટારા તેમના ભાઈ કરમણ કટારાની જગ્યાએ બે ટર્મથી કોર્પોરેટર તરીકે ચુંટાતા આવે છે તે બન્ને ભાઈઓને મરી નાખવાની ધમકી આપી છે. ભવનાથ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement