જૂનાગઢ : રૂા.1 લાખનાં ચેકમાં ગોલમાલ કરનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ

21 October 2019 03:46 PM
Junagadh Crime Saurashtra
  • જૂનાગઢ : રૂા.1 લાખનાં ચેકમાં ગોલમાલ કરનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ

જૂનાગઢ તા.21
તા. 06.06.2019 ના રોજ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીવાન ચોકમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે ફરિયાદી પ્રફુલભાઈ મોહનભાઇ લાઠીયા જાતે કુંભાર રહે. હંસરાજવાડી, જોશીપુરા, જૂનાગઢએ પોતાનો ચેક રૂ. 1,00,000/- નો બેંકના ડ્રોપ બોક્સમાં નાખેલ હતો.

પરંતુ, આ ચેકમાં પોતાનું નામ લખતા ભૂલી જતા, ત્યાંથી ચેકની ચોરી કરીને તા. 14.06.2019 ના રોજ આઝાદ ચોકની બેન્ક ઓફ બરોડા શાખામાં જમા કરાવી, રૂ. 1,00,000ની ચોરી થયા અંગેની ફરિયાદ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. કે.એમ.ગોસ્વામી, પો.સ.ઇ. કે.બી.લાલકા તથા સ્ટાફના હે.કો. અનકભાઈ , પ્રવીણ બાબરીયા પો.કો. સુભાષભાઈ, ભૂપતસિંહ, જીલુભાઈ, સહિતના સ્ટાફ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી, મળેલ બાતમી આધારે આરોપી જય રમેશભાઈ ગોહેલ જાતે કોળી ઉવ. 28 રહે. ચામુંડા કૃપા, આદિત્યનગર, જોશીપુરાને ગણતરીના કલાકોમાં પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીના કબજામાંથી ચોરીમાં ગયેલ રોકડ રકમ રૂ. 1,00,000/- નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ હતો.

આમ, જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતર્કતાથી કાર્યવાહી કરવામાં આવતા, ગણતરીના કલાકોમાં ગુન્હો ડિટેકટ કરી, મુદામાલ રિકવર કરવામાં આવેલ છે. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ દ્વારા પોતાના ચેકની તપાસ તાત્કાલિક કરી, રૂ. 1,00,000/- કબ્જે કરવામાં આવતા, ફરિયાદી પ્રફુલભાઈ લાઠીયા કે, જેઓ પીજીવીસીએલના સામાન્ય કર્મચારી હોય અને તેઓના માટે આ માતબર રકમ ગણાય, જે પોલીસના પ્રયત્નોથી પરત મળતા, તેઓ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.


Loading...
Advertisement