મોટી ધાણેજ ગામે યોજાનાર ધન્વતરી મંદિરના પાટોત્સવની ઉજવણીની તૈયારી

21 October 2019 02:38 PM
Junagadh Dharmik
  • મોટી ધાણેજ ગામે યોજાનાર ધન્વતરી મંદિરના પાટોત્સવની ઉજવણીની તૈયારી

ઊના તા.21
જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના મોટી ધણેજ ગામે વાડી વિસ્તારમાં આવેલ ધન્વન્તરી ભગવાનના સ્મારક સ્થળે પ્રાચીન મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા ઊનાના આયુવૈદિક ડો.પાંચાભાઇ દમણીયા પરીવાર દ્વારા નિર્માણ કરાયા બાદ આ ધન્વન્તરી મંદિર ખાતેનો એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવતા વિશાળ સંખ્યામાં લોકો આ ઉત્સવને મનાવવા ઉમટી પડશે.
ભારતીય પંચાગ અનુસાર ધન્વન્તરીકા આવિભાવનો દિવસ હોય અને આ દિવસને રોગ મુક્તિ માટે ગણાતો હોય જેની પલશ્રૃતી પ્રત્યેક લોકો નજરે નિહાળતા હોય અને આયુવૈદિક પાધ્યાપકગણમાં વિદ્યાલયોના છાત્રો આયુર્વેદ બનીને રસ પૂર્વક ભગવાન ધન્વન્તરી પ્રત્યે પુરા વિશ્વાસ સાથે નિરોગી જીવન માટે પ્રાર્થના કરતા હોય છે. મોટી ધણેજ ગામે સંજયભાઇ પીઠીયાની વાડી ખાતે અસલ પ્રાચિન ધન્વન્તરી ભગવાનની મૂર્તિ પ્રગટ થતાં તેનુ નવેસરથી સમારક બનાવી ગત વર્ષે પ્રાણપ્રતિષ્ઠા ડો.હિતેષભાઇ પાઠક દ્વારા વિધવાન ભુદેવો અને વિશાળા લોકોની ઉપસ્થિતીમાં કરાયા બાદ પ્રત્યેક લોકોએ સાક્ષાત્કાર પ્રભાવ નિહાળેલ હતો. આ ચાલુ માસની તા. 24 ઓક્ટોબરના સવારે 7.30થી તમામ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થશે અને મંદિર ખાતે મંત્ર, શ્રૃતી, સ્ત્રોત, આરતી પૂજા, વંદના 108 આહુતી દ્વારા ભક્તિભાવના શ્રધાપૂર્વક કરી આ પાટોત્સવ ઉજવણી કરાશે. જેમાં આયુવૈદિક તબીબીઓ અધિકારી અને મહા વિદ્યાલયના પાધ્યાપકો છાત્રો અને ધન્વન્તરી ભક્તો વિશાળામાં જોડાઇને નિરોગી થવા અને વિશ્વભરના લોકો માટે આરોગ્યની સુખકારી માટે પ્રાર્થના કરશે.


Loading...
Advertisement