લંબાયેલા ચોમાસા, 18% જીએસટીથી ફટાકડા ઉદ્યોગ હવાઈ ગયો

21 October 2019 01:02 PM
Ahmedabad Gujarat Business Saurashtra
  • લંબાયેલા ચોમાસા, 18% જીએસટીથી ફટાકડા ઉદ્યોગ હવાઈ ગયો

ફટાકડા બનાવવાનું કામ દિવાળીના 6 માસ પહેલા શરુ થઈ જાય છે:ચોમાસુ લંબાતા કાચો:માલ હવાઈ જતાં ફટાકડાં:બનાવાય તો પણ ફૂટે તેમ નથી

અમદાવાદ તા.21
લંબાયેલા ચોમાસા અને 18% જીએસટીએ અમદાવાદમાં ફટાકડા ઉત્પાદનને અસર પાડી છે. કેટલાય દસકાઓથી અમદાવાદની ભાગોળે ફટાકડા બનાવતાડઝનેક એકમો કાર્યરત છે. 555 બોમ્બ, મિર્ચી બોમ્બ અને કોઠી બનાવવામાં નિપુણ આ એકમો અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોના બજારમાં માલ પુરો પાડે છે.

ફટાકડાના ઉત્પાદનમાં સામેલ ઉદ્યોગકારો કહે છે કે આ ડઝનેક એકમોનું ટર્નઓવર રૂા.60 લાખ જેટલું છે, પણ આ વખતે 30-35 લાખ જેટલું રહેશે.

તેમના જણાવ્યા મુજબ લંબાયેલા ચોમાસા અને ફટાકડા પર 18% જીએસટીથી ઉદ્યોગ ફુલ થઈ ગયો છે. ફટાકડા બનાવવાનું કામકાજ દિવાળીના 6 મહિના પહેલા શરુ થઈ જાય છે. લાંબા ચોમાસાના કારણે કાચો માલ ભેજવાળો થતાં એ બિનઅસરકારક થઈ ગયો છે.


Loading...
Advertisement