ઉઝબેકિસ્તાનમાં CM રૂપાણીએ 5 કરોડ ડોલર્સના પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું

21 October 2019 09:58 AM
Business Government Gujarat Politics
  • ઉઝબેકિસ્તાનમાં CM રૂપાણીએ 5 કરોડ ડોલર્સના પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું

પ્રથમ દિવસે આંદિજાનમાં ઉઝબેક ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉઝબેકિસ્તાન લિમિટેડનું ભૂમિપૂજન કર્યું

ઉઝબેકિસ્તાન: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે આંદિજાનમાં ઉઝબેક ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉઝબેકિસ્તાન લિમિટેડનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. આ ભૂમિપૂજન સમારોહમાં આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતાં.

મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ 2019માં ઉઝબેકિસ્તાનના ગવર્નર અને કેડિલા ફાર્મા વચ્ચે થયેલા MoU અંતર્ગત આ નવતર સાહસ શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતાં.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કેડિલા ફાર્મા 50 મિલિયન યુએસ ડોલર્સના રોકાણ સાથે ઉઝબેકિસ્તાનમાં પોતાનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ શરૂ કરવાની છે. આ પ્લાન્ટ ઉઝબેકિસ્તાનમાં ગુણવત્તાયુક્ત અને કિફાયતી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં પ્રશંસનીય કદમ બનશે.


Loading...
Advertisement