ડીસા: ચાર ઇસમોએ અજગરને જીવતો સળગાવતા વન વિભાગ થયું દોડતું....

21 October 2019 09:14 AM
Ahmedabad Crime Gujarat Saurashtra
  • ડીસા: ચાર ઇસમોએ અજગરને જીવતો સળગાવતા વન વિભાગ થયું દોડતું....

વીડિયો વાયરલ થતા વન વિભાગની ટીમ આરોપીઓને ઝડપવા દોડતી થઇ હતી

ડીસા: સોશિયલ મીડિયામાં અવાર નવાર વન્ય જીવોની પજવણી કરતા વીડિયો વાયરલ થાય છે, ત્યારે આવો જ એક વિડીઓ ડીસામાં વીડિયો વાયરલ થતા વન વિભાગની ટીમ આરોપીઓને ઝડપવા દોડતી થઇ હતી. આ ટીમ આરોપીને પકડીને તેમના પર કાર્યવાહી શરૂ કરી છે. આ વીડીઓમાં વન્ય પ્રાણીની પજવણી કરતો નહીં પણ વન્ય પ્રાણીને જીવતા સળગાવતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતા વન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. વીડિયોના આધારે વન વિભાગના અધિકારીઓએ વન્ય પ્રાણીને જીવતા સળગાવનાર બે ઇસમોને ઝડપી લીધા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરીને અન્ય ઇસમોને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના ડીસા તાલુકાના બોડાલ ગામમાં અજગર પર અત્યાચારની ઘટના બની હતી. આ ઘટનામાં કેટલાક ઇસમોએ રાત્રીના સમયે એક જીવતા અજગરને પકડીને આગમાં નાંખી ધીધો હતો. આ સમગ્ર ઘટનાનો એક ઇસમે વીડિયો પણ ઉતાર્યો હતો. પહેલા એક ઇસમ જીવતા અજગરને પોતાના ગાળામાં લઇને ફરતો હતો અને પછી જીવતા અજગરને ગાળામાંથી કાઢીને આગમાં નાંખીદે છે. અજગર આગની બહાર નીકળવાના ઘણા પ્રયાસ કરે છે. આ ઘટના પછી વીડિયો ઉતારી રહેલા એક ઇસમે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ વીડિયો વાયરલ થતા વિભાગ હરકતમાં આવ્યું હતું કારણ કે, અજગરને ખૂંખાર સરીસૃપની પ્રાણીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. વન વિભાગની ટીમે વીડિયોના આધરે બોડાલ ગામના લોકોને સાથે રાખીને અજગરને સળગાવનાર ચાર ઇસમોમાંથી બે ઇસમોની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ઉપરાંત અન્ય બે ઇસમોની શોધખોળ શરૂ કરી છે. આ લોકોએ જીવતા અજગરને ક્યા કારણે આગમાં નાંખ્યો હતો તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.


Loading...
Advertisement