મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી

19 October 2019 07:36 PM
Rajkot Saurashtra
  • મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી
  • મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી
  • મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી
  • મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી
  • મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી
  • મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી
  • મ્યુ.કોર્પો.ના જનરલ બોર્ડમાં રોગચાળો-દારૂની પરમીટના મુદ્દે ધબધબાટી

લાંબા સમય બાદ રોગચાળાના મુદ્દે બોર્ડમાં ચર્ચા: શાસકો-વિપક્ષની ધમાલ વચ્ચે ગરમા-ગરમી: મ્યુ.કમિશ્નર દ્વારા રોગચાળાના આંકડા રજૂ થયા

રાજકોટ તા.19
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ આજે મ્યુનિ. કોર્પોરેશનના સભાખંડમાં મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિ.કમિશ્નર ઉદિત અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ હતું. જેમાં રોગચાળો અને દારૂની પરમીટના મુદ્દે ધમાલ સાથે હોબાળો મચી જવા પામેલ હતો.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ડેંગ્યુ સહિંતના રોગચાળાએ માથુ ઉંચકયુ છે. જેમાં રોગચાળાના આંકડાના મુદ્દે રાજકીય આગેવાનો દ્વારા આક્ષેપબાજી થઈ રહી છે. ત્યારે આ રોગચાળાના મુદ્દે 15 મીનીટ સુધી ખાસ્સી ચર્ચાઓ કરવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પો.ની સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને નેતા નીતિનભાઈ ભારદ્વાજે આ જનરલ બોર્ડમાં કોંગ્રેસના દેકારા વચ્ચે રોગચાળાનો પ્રશ્ર્ન ચર્ચા માટે આગળ લેવડાવ્યો હતો. લાંબા સમય બાદ જનરલ બોર્ડમાં રોગચાળાના મુદ્દે આ ચર્ચા થવા પામી હતી. આ દરમ્યાન મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે રોગચાળાના વાસ્તવિક આંકડા રજૂ કર્યા હતા. તેમજ મ્યુનિ. કમિશ્નર અગ્રવાલ દ્વારા આ તકે પુછાયેલા પ્રશ્ર્નોના જવાબો રજૂ કર્યા હતા.
આ દરમ્યાન બોર્ડનો સમય ચર્ચા માટે વધારવા કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણી, મનસુખભાઈ કાલરીયા, ઘનુભા જાડેજાએ માગણી ઉઠાવી હતી. તેમજ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ આ તકે માન્ય કેસ હોસ્પિટલના આંકડા સહિતની કામગીરી સુધારવા પર ભાર મુકી સુચનો કર્યા હતા. આ તકે કોર્પોરેશનની સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે એવું જણાવ્યું હતું કે 379 કેસ તંત્રના રેકર્ડ પર છે. એલીઝા ટેસ્ટ માન્ય ગણાય છે. તેમ છતા વિપક્ષ દ્વારા વિસંગતતાઓ ઉભી કરવામાં આવી રહી છે. જે યોગ્ય નથી. આ ઉપરાંત જનરલ બોર્ડમાં કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહે એલીઝા ટેસ્ટ સહિતની માહિતી આપી હતી. જનરલ બોર્ડમાં ભારે દેકારા વચ્ચે શાસક અને વિપક્ષને છેલ્લી પાંચ પાંચ મીનીટ ચર્ચા તેમજ પ્રશ્ર્નો રજૂ કરવા માટે આપવામાં આવી હતી.
અહીં એ ઉલ્લેખનીય છે કે શહેરમાં વકરેલા ડેંગ્યુ સહિતના રોગચાળાને ડામી દેવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આરોગ્ય લક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં બાંધકામોની સાઈટો, તેમજ ખુલ્લા ધાબાઓ સહિતના સ્થળોની તપાસણી અને ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
ત્યારે રોગચાળાના આંકડાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ધમાસાણ મચી રહ્યું છે. જેમાં વિપક્ષો દ્વારા શાસકો સામે રોગચાળાના મુદ્દે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દારૂની પરમીટનો મુદ્દો પણ છેલ્લા બે દિવસથી ઉછળ્યો છે ત્યારે આ જનરલ બોર્ડમાં રોગચાળા અને દારૂની પરમીટના મુદ્દે દેકારો મચી જતા શાસક વિપક્ષ વચ્ચે ગરમા ગરમી થઈ પડી હતી અને રોગચાળાના મુદ્દે ખાસ્સી ચર્ચા તેમજ ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેચતાણ થવા પામી હતી.
જનરલ બોર્ડનું લાઈવ કવરેજ કરવા પર મેયરે પ્રતિબંધ મુકતા દેકારો
સ્ટે.કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને નીતિનભાઈ ભારદ્વાજે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડયો
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના આજે મળેલા જનરલ બોર્ડમાં લાઈવ કવરેજ કરવા પર કોર્પોરેશનના મેયર બિનાબેન આચાર્યએ રોક લગાવી દેતા ભારે દેકારો થઈ પડયો હતો. આ પ્રકરણે ખાસ્સી ચર્ચા જગાવી હતી. આ દરમ્યાન ભાજપના ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજ તેમજ મ્યુનિ. કોર્પો.ની સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડયો હતો. ઉદયભાઈ કાનગડ તથા નીતિનભાઈ ભારદ્વાજે એવું જણાવેલ હતું કે ચાલુ જનરલ બોર્ડમાં બાઈટ લેવા પર જ રોક લગાવામાં આવી છે. જેથી આ મામલો આગળ વધતા અટકી જવા પામ્યો હતો.


Loading...
Advertisement