વડોદરામાં L&T કંપનીની ઇમારત ધરાશાઇ, 5 મજૂરો દટાયા

19 October 2019 05:30 PM
Crime Gujarat Saurashtra
  • વડોદરામાં L&T કંપનીની ઇમારત ધરાશાઇ, 5 મજૂરો દટાયા

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં L&Tની ઇમારત ધરાશાઇ થઇ ગઇ છે. જેમાં બે મજૂરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે હજૂ પણ 5 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હાલમાં ફાયર અને પ્રશાસન દ્વારા રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઘટનાની ગંભીરતાને ધાયને લઈને સ્થળ પર એમ્બ્યૂલન્સ અને ફાયર બ્રીગેડ તૈનાત કરી દેવામાં આવી છે.

છાણી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર ઓમ જાડેજાનું કહેવું છે કે, છાણી જકાતનાકા ખાતેની આ બિલ્ડીંગ ટુંક સમય પહેલા 400 જેટલા લોકો કામ કરતાં હતા પણ બિલ્ડીંગ સાવ જર્જરિત હાલતમાં હતી તેથી ખાલી કરી દેવાઈ હતી. બિલ્ડીંગનો એક ભાગ વધુ પડતો જર્જરિત હોવાથી તેને ઉતારવાની કામગીરી ચાલતી હતી. તે વખતે આ ઘટના ઘટી છે.

કાટમાળમાં 5 લોકો ફસાયા હોવાની માહિતી સ્થાનીકો દ્વારા રેસ્ક્યૂ ટીમને અપાઈ છે. જેથી તેઓ મજુરોનું રેસ્ક્યૂ કરવામાં લાગ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મેડીકલ, ફાયર અને પોલીસ તંત્ર હાલ અહીં ખડેપગે છે.


Loading...
Advertisement