અમદાવાદના પોલીસ કમિશ્ર્નર અનુપકુમાર સિંઘને એનએસજીના ડીજી બનાવાયા

19 October 2019 11:41 AM
Ahmedabad Saurashtra
  • અમદાવાદના પોલીસ કમિશ્ર્નર અનુપકુમાર સિંઘને એનએસજીના ડીજી બનાવાયા

રાજયના વધુ એક અધિકારીને દિલ્હીમાં ડેપ્યુટેશન: નવા પોલીસ કમિશ્ર્નર તરીકે ભાટીયા-તોમર વચ્ચે પસંદગી શકય

રાજકોટ:
લાંબા સમયથી ચાલી રહેલી અટકળો મુજબ અમદાવાદના પોલીસ કમિશ્ર્નર અનુપકુમાર સિંઘને દિલ્હીમાં નેશનલ સિકયોરીટી ગાર્ડ (એન.એસ.જી.)ના ડિરેકટર જનરલ તરીકે નિયુક્તિ અપાઈ છે. 1985 બેંચના આઈપીએસ અધિકારી શ્રી શર્માની ગણના એક કાર્યક્ષમ અધિકારી તરીકેની થાય છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્ર્વાસ ધરાવે છે.
ગઈકાલે નિયુક્ત બાબતોની કેબીનેટ કમીટીએ શ્રી શર્માની આ નિયુક્તિને મંજુરી આપી હતી. શ્રી સિંઘ ઓકટો. 2017ની અમદાવાદના પોલીસ કમિશ્ર્નર તરીકે કાર્યરત હતા અને તેઓ કેન્દ્રમાં સેવા આપવા આતુર હતા. તેઓએ જણાવ્યું હતું કે દેશની સેવા કરવાની તક મને મળી છે તે બદલ હું ખૂબ જ ખુશી છું. શ્રી શર્માની ગણના એક અત્યંત પ્રમાણીક પોલીસ અધિકારી તરીકેની થાય છે અને તેઓએ અમદાવાદમાં જે રીતે ટ્રાફિક સમસ્યા ઉકેલવા કામગીરી કરી તે કાબિલે દાદ છે. તેઓએ શહેરની મહિલાઓને સલામતી માટે જે કામગીરી કરી તેમાં કેન્દ્રનું નિર્ભયા ભંડોળ મળી કરોડો રૂપિયાની ખાસ ગ્રાન્ટ લાવવામાં સફળતા મેળવી હતી.
હવે શ્રી સિંઘ ગુજરાત બહાર જતા અમદાવાદ પોલીસ કમિશ્ર્નર તરીકે રાજય સરકાર કોની નિયુક્તિ કરશે તેના પર સૌની નજર છે. આ માટે ડીજી- સીઆઈડી ક્રાઈમના શ્રી આશિષ ભાટીયાનું નામ સૌથી આગળ છે અને તેમના વિકલ્પમાં અજયકુમાર તોમર પણ આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજયના હાલના પોલીસ વડા શિવાનંદ ઝા બાદ બીજા નંબરના સીનીયર અધિકારી તરીકે ભાટીયાને ચાન્સ વધુ છે તો કેશવકુમારને હવે સિવિલ ડિફેન્સમાંથી બહાર લાવવામાં આવે છે કે કેમ તેવી જ રીતે હોમગાર્ડના વડા ટી.એસ.બિસ્ત અને એટીએમના એ.કે.સુરોલીયાના નામ છે.
આ યાદીમાં કેશવકુમાર 1986 બેચના અને બીજા તમામ 1985 બેચના અધિકારી છે. હાલ જો નવી નિયુક્તિ ન થાય તો અજય તોમર અમદાવાદ પોલીસ કમિશ્ર્નરનો ચાર્જ લેશે. એનએમજીના ડીજીનું આ છેલ્લી બેમાસથી ખાલી હતું. એ.કે.સિંઘ સપ્ટે. 2020 સુધી આ પદ પર રહેશે.


Loading...
Advertisement